કપાસમાં સારી કવોલીટી અને મિડિયમ-હલકા વચ્ચેનો તફાવત વધતો જાય છે. સૌરાષ્ટ્રના કપાસના બ્રોકરના જણાવ્યા અનુસાર એકદમ સારી કવોલીટીનો કપાસ બુધવારે રૂ.૧૦ થી ૧૫ ઊંચા ભાવે પણ ખપતો હતો કારણ કે આવક દિવસેને દિવસે ઘટતી જાય છે અને બજારમાં સારી કવોલીટીના કપાસ ગોત્યા જડતાં નથી.
જીનર્સોને હાલ સારી કવોલીટીના રૂના ઓર્ડરો પૂરા કરવાના હોઇ સારી કવોલીટી મળે તો ઊંચા ભાવે પણ કપાસ ખરીદવા જીનર્સો તૈયાર છે. આજે સારી કવોલીટીના લોકલ કપાસના જીનપહોંચ રૂ.૧૭૮૦ થી ૧૭૯૦ ઊંચા ભાવે છે.
- ગુજરાતમાં નવી ચણાની આવકોના ઈંતેજાર વચ્ચે ચણાના ભાવ ટકેલા
- મગફળીની બજારમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સરેરાશ સ્થિરતા
- ડુંગળીમાં આવકો અને લેવાલી સારી નીકળતા ડુંગળીના ભાવમાં મજબૂતાઈ
- ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં
મહારાષ્ટ્રના પ્રિમિયમ કપાસના ઊંચામાં રૂ.૧૭૩૦ થી ૧૭૩૫ અને આંધ્ર-કર્ણાટકના સારા કપાસના રૂ.૧૭૨૫ થી ૧૭૩૫ બોલાતા હતા. હલકા અને મિડિયમ કપાસના ભાવ ટકેલા હતા.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ધીમે ધીમે ઘસાતી જાય છે ખાસ કરીને ફરધર કપાસની કવોલીટી બહુ જ નબળી હોઇ તા.૨૦મી જાન્યુઆરી પછી ગુજરાતમાં મહારાષ્ટ્રનો કપાસ બહુ જ ઓછો મળશે તેવી ધારણા છે. કડીમાં આજે કપાસમાં રૂ.૩ થી ૫ નરમ હતા.