ગુજરાતમાં મગફળીમાં ઓછી લેવાલી ના કારણે મગફળીનાં ભાવમાં ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીનાં ભાવમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સરેરાશ રૂ.૫ થી ૧૦નો પ્રતિ ૨૦ કિલો ઘટાડો જોવા મળ્યો હતો. મગફળીની વેચવાલી હવે વધવાનાં પણ ચાન્સ નથી. ગોંડલ-રાજકોટમાં સરેરાશ દૈનિક ધોરણે આવક અને વેપાર થવા લાગ્યાં છે અને હવે પેન્ડિંગ માલ ખાસ બચતા નથી.

આગામી દિવસોમાં મગફળીની બજારનો મોટો આધાર હવે નાફેડ ઉપર છે. નાફેડનું દૈનિક ઓનલાઈન ઓક્શન થાય છે, પંરતુ તેનો જથ્થો હજી દશેક દિવસ સુધી ખાસ બજારમાં આવે તેવી સંભાવનાં દેખાતી નથી.

ગોંડલમાં ૧૪થી ૧૫ ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૬૪૦ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૫૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૪૬૬ સુધીનાં ભાવ હતાં. ૩૭ કે ર૨૪-રોહીણી જાતમાં ખાસ ઘરાકી નથી. ૩૯ નંબરમાં ઘરાકીનો ટેકો હતો.

રાજકોટમાં મગફળીની ૧૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર પણ એટલા જ હતાં. ભાવ ૨૪ નં. રોહીણીમાં રૂ.૯૩૦ થી ૧૦૯૦, ૩૯ નં.માં રૂ.૯૦૦ થી ૧૦૩૦, જી-૨૦માં રૂ.૯૯૦ થી ૧૧૪૦, બીટી ૩રમાં રૂ.૧૦૦૦ થી ૧૦૯૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં કોઈ વેપાર નહોંતાં.

ડીસામાં ૨૩૩ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૨૧ થી ૧૦૭૧નાં હતાં.

હિંમતનગરમાં મગફળીની ૧૫૦થી ૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૮૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment