ગુજરાતમાં સારી કવોલીટીના કપાસની અછત વધતા કપાસના ભાવમાં ફરી વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સર્વત્ર ગુજરાતમાં સારી ક્વોલીટીના કપાસની વધતી અછત અને કવોલીટી વેરિએશન વધી રહ્યું હોઇ એકદમ સુપર ક્વોલીટી કપાસ ઊંચા ભાવ દેતાં પણ જીનરોને મળતો નથી જેને કારણે શુક્રવારે સતત બીજે દિવસે કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં રૂના ભાવ ઊંચા હોઈ ત્યાંના કપાસના ખેડૂતોને ત્યાં બેઠા સારા ભાવ મળવા લાગતાં છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના કપાસની આવક સતત કપાઈ રહી છે તેમજ અહીં ફરધર કપાસમાં કવોલીટી બહુ જ નબળી નીકળી હોઇ હવે બોટાદ લાઈન સિવાય ક્યાંય સારી ક્વોલીટીનો કપાસ બચ્યો નથી.

શુક્રવારે જીનપહોંચ સુપર બેસ્ટ કપાસના રૂ.૨૦૪૦ થી ૨૦૫૦ બોલાતા હતા તેમજ લોકલ ફરધર મિડિયમ કપાસના રૂ.૧૮૦૦ થી ૧૮૫૦ અને હલકાના રૂ.૧૬૦૦ થી ૧૬૫૦ બોલાતા હતા. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૨૦૦૦ બોલાયા હતા.

કડીમાં પણ કપાસમાં રૂ.૧૦ થી ૨પ સુધર્યા હતા કડીના બ્રોકરે જણાવ્યું હતું કે શુક્રવારે મહારાષ્ટ્રના કપાસની આવક ૧૦૦ ગાડી કરતાં પણ ઓછી આવી હોઇ મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૨૦૦૦ બોલાય ગયા હતા તેમજ કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૨૦૨૦ થી ૨૦૩૦ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment