નાફેડ દ્વારા મગફળીનું વેચાણ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું હોવાથી મગફળીના ભાવ સ્થિર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીનાં ભાવમાં બે તરફી વધઘટે સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીમાં નાફેડની વેચવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર રહેલો છે. નાફેડ દ્વારા ગઈકાલે જે બીડ ભરવામાં આવી હતી, જેમાંથી રૂ.૫૬૧૩નાં ભાવ મંજૂર કરવામાં આવ્યાં છે, જોકે કેટલી માત્રામાં જથ્થો વેચાણ થયો તેની કોઈ માહિતી નાફેડ સત્તાવાર રીતે જાહેર કરતું નથી.

નાફેડ દ્વારા મગફળીનું વેચાણ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું છે, પંરતુ હજી કોઈ નોંધપાત્ર વેચાણ થયું નથી. નાફેડની જૂની મગફળી ખરીદી કરવામાં રસ સૌને છે, પંરતુ ઊંચા ભાવથી ખરીદો કરવી નથી, પરિણામ વેપારો ખાસ થતા નથી. નાફેડને નીચા ભાવથી માલ આપવો નથી.

ગોંડલમાં ૧૭ થી ૧૮ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૪૦ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૪૭ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૫૦ અને ર૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૬૬ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં મગફળીની ૧૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર પણ એટલા જ હતાં. ભાવ ૨૪ નં. રોહીણીમાં રૂ.૯૩૦ થી ૧૦૯૦, ૩૯ નં.માં રૂ.૯૦૦ થી ૧૦૨૦, જી-૨૦માં રૂ.૯૯૦ થી ૧૧૩૦, બીટી ૩રમાં રૂ.૬૯૮૦ થી ૧૦૯૫નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં કોઈ વેપાર નહોંતાં.

ડીસામાં માત્ર ૧૫ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૦૦ થી ૧૦૨૧નાં હતાં.

હિંમતનગરમાં મગફળીની ૩૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૫૦ થી ૧૩૮૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment