સૌરાષ્ટ્રના રાજકોટ માં નવા ઘઉંની આવકો શરુ, જૂના ઘઉંનાં ભાવમાં સ્થિરતાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સોરાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશ અનેક સેન્ટરમાં નવા ઘઉંની આવકોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજકોટ સેન્ટરમાં પણ આજે નવા ઘઉંની ૨૦ મણ અથવા તો ૧૦૦ ગુણીની આવક થઈ હતી અને મુહૂર્તમાં રૂ.૬૬૬ પ્રતિ મણનાં ભાવ બોલાયાં હતાં.

અગ્રણી વેપારી અને રાજકોટ યાર્ડનાં ડિરેક્ટર અતુલ કમાણીએ જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે નવા ૧૦૦ મણ ઘઉંની આવક થઈ હતી અને યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા દ્વારા શ્રીફળ વધેરી ખેડૂત અને વેપારીઓના મો મીઠા કરાવી ને હરરાજી ચાલુ કરવામાં આવી જેમાં ખેડૂત ને મણનાં રૂ.૬૬૬ના ભાવ મળ્યાં હતાં. આ ઘઉં જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા ગામનાં ખેડૂત દિનેશભાઈ મોહનભાઈ લઈને આવ્યાં હતાં અને દલાલ ક્રિષ્ના ટ્રેડર્સ મારફતે વેચાણ થયાં હતાં.

રાજકોટ યાર્ડમાં ૭૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ લોક્વનમાં રૂ.૩૯૨ થી ૪૩૦, ટૂકડામાં રૂ.૪૦૫ થી ૪૭૬નાં ભાવ હતાં.

ગોંડલમાં ઘઉંની ૬૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ લોક્વનમાં રૂ.૩૯૦ થી ૪૫૦, ટૂકડામાં રૂ.૩૯૪ થી ૪૯૬નાં ભાવ હતાં.

હિંમતનગરમાં માત્ર ૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૩૯૫ થી ૪૦૦, મિડીયમમાં રૂ.૪૧૦ થી ૪૨૧ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૨૫ થી ૪૩૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment