સીંગદાણામાં મગફળીની વેચવાલી ઘટતા મગફળીનાં ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. સીંગદાણાનાં ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી વધે તો જ બજારો વધુ ઘટશે, નહીંતર બજારો અથડાયા કરે તેવી સંભાવનાં દેખાય રહી છે.

મગફળીનું ઓક્શન નાફેડ દ્વારા ગત સોમવારથી કરવામાં આવ્યું છે અને મંગળવારે ઊંચામાં રૂ.૫૬૧૧નાં ભાવ પણ પડ્યાં હતા, પરંતુ બજાર સુત્રો કહે છેકે નાફેડ દ્વારા મગફળીનું ટેન્ડર પાસ કરવામાં આવતું નથી.

નાફેડને ઊંચા ભાવ આવેતો મગફળી વેચાણ કરવી છે તેવા મેસેઝ બજારમાં પહોંચાડી રહ્યું છે. નાફેડની મગફળી બજારમાં આવશે અને એ પણ જો નીચા ભાવથી આવે તો જ ખુલ્લા બજારમાં ભાવ ઘટી શકે છે, એ સિવાય બજારો અથડાયા કરશે.

ગોંડલમાં ૧૭ ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૬૪૦ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ અને ર૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૬૬ સુધીનાં ભાવ હતાં. ૩૭ કે ર૪-રોહીણી જાતમાં ખાસ ઘરાકી નથી. ૩૯ નંબરમાં ઘરાકીનો ટેકો હતો.

રાજકોટમાં મગફળીની ૧૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર પણ એટલા જ હતાં. ભાવ ૨૪ નં. રોહીણીમાં રૂ.૬૩૦થી ૧૦૮૦, ૩૯ નં. માં રૂ.૬૦૦થી ૧૦૪૦, જી-૨૦માં રૂ.૬૯૦થી ૧૧૪૦, બીટી ૩૨માં રૂ.૧૦૦૦થી ૧૦૯૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં કોઈ વેપાર ન હતો.

ડીસામાં ૬૭૮ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૧૧થી ૧૦૯૫નાં હતાં.

હિંમતનગરમાં મગફળીની ૧૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૮૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment