ગુજરાતમાં કપાસની આવકમાં એકધારો ઘટાડો થતા કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બુધવારે કપાસના ભાવમાં મણે રૂ.૫ થી ૧૦ સુધર્યા હતા. કપાસની આવકમાં એકધારા ઘટાડા ઉપરાંત ન્યુયોર્ક રૂ વાયદો સુધરતાં તેની અસરે રૂના વાયદા અને ખાંડીના ભાવ સુધરતાં કપાસમાં લેવાલી વધી હતી તેને કારણે ભાવ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ત્રીજી કે ચોથી વીણીનો ફરધર કપાસની આવક વધી રહી છે પણ તેમાં લેન્થ બહુ જ નીચી મળી રહી છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ સિવાય ક્યાંય સારા ઉતારા મળતાં નથી.

બોટાદમાં ૩૭ થી ૩૮ના ઉતારા મળે છે જ્યારે અન્ય સેન્ટરોમાં ૩૪ થી ૩૫ થી વધારે ઉતારા મળતાં નથી. ફરધરના ગામડે બેઠા રૂ.૧૭૦૦ થી ૧૮૦૦ બોલાય છે અને જીન પહોંચ ઊંચામાં રૂ.૧૮૫૦ બોલાયા છે.

સુપર બેસ્ટ કપાસના આજે જીનપહોંચ રૂ.૨૦૨૫ થી ૨૦૫૦ સુધી ભાવ બોલાતા હતા. મહારાષ્ટ્રના સુપર કપાસના ઊંચામાં રૂ.૧૯૮૦ થી ૨૦૦૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રમાં ફરધર કપાસની આવક વધી રહી હોઈ જીનરોને એપ્રિલના એન્ડ સુધી કપાસ મળતો રહેશે તેવું અત્યારે લાગે છે.

કડી કપાસમાં પણ રૂ.૫ થી ૧૦ સુધર્યા હતા. કડીના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ ઘટતાં હવે દેશાવરના કપાસ વેચનારાઓને ગુજરાતમાં પડતર બેસતી ન હોઇ કપાસની આવક ઝડપથી ઘટી રહી છે.

બુધવારે કડીમાં મહારાષ્ટ્રની ૧૦૦ થી ૧રપ અને કાઠિયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૯૬૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૨૦૨૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment