મગફળીમાં વેચાણ ઓછું હોવાથી ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.પથી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની આવકો હાલ મર્યાદીત આવી રહી છે અને તેમા સારા માલ ઓછા આવી રહ્યાં છે. બિયારણ ક્વોલિટીમાં તો હવે સારા માલ મોટા ભાગનાં પૂર્ણ થયા છે અથવા તો ખેડૂતો હાલ વેચાણ કરવા લાવતા નથી.

વેપારીઓ કહે છે કે ગામડા હાલ ઊંચા હોવાથી ખેડૂતો પીઠામાં માલ ઓછા લઈને આવે છે. હાલ રૂ.૧૦૨૦થી ૧૦૫૦ વચ્ચે ગામડે બેઠા મગફળીનાં ભાવ બોલે છે અને આ ભાવથી વેપારો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધે તેવા કોઈ ચાન્સ નથી.


ગોંડલમાં મગફળીનાં પાલની કુલ ૧૦ હજાર ગુણીની આવક હતી અને ૧૫૦૦૦ ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૭૫થી ૧૦૮૦, રોહીણીમાં રૂ.૬૦૦થી૯પ૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૨૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

ગામડે બેઠા મગફળીનાં ભાવ રૂ.૧૦૨૦ થી ૧૦૫૦ સુધીનાં બોલાયા

રાજકોટમાં ૧૧ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦થી ૯૯૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૮૫૦થી ૧૦૨૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-૨ર૦માં રૂ.૬૮૦થી ૧૧૦૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૯૫૦ અને ૯૯ નં.માં રૂ.૬૫૦થી ૧૦૦૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૭૦નાં ભાવ હતાં.


જામનગરમાં ૩૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૧૦૫૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૩૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૨૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૪૭૫નાં ભાવ હતાં.

મહુવામાં ૩૦૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ માં રૂ.૬૯૯ થી ૧૧૬૨, જુ-પમાં રૂ.૧૦૧૪થી ૧૧૩૩ અને જી-૨૦માં રૂ.૮૬૧થી ૧૦૫૨નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૩૫૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૩૦નાં ભાવ હતાં. ડીસામાં માત્ર ૫૫૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૪૦થી ૧૦૮૦નાં હતાં. ડીસામાં હવે આવકો વધશે નહીં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close