કપાસમાં સારી ક્વોલિટીની અછત વધતા ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક બુધવારે ૧૦ થી ૧૫ હજાર ગાંસડી વધી હતી, મહારાષ્ટ્રમાં એવરેજ ૬૦ હજાર ગાંસડીને બદલે બુધવારે ૭૦ હજાર ગાંસડી રૂના કપાસની આવક હતી.

ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની આવક જળવાયેલી ૩૦ થી ૩૨ હજાર ગાંસડી જ રહી હોઇ ત્યાં કપાસના ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો.


જ્યારે ગુજરાત, તેલંગાના, મધ્યપ્રદેશ,આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં રૂ આવક રાબેતા મુજબની હતી. સીસીઆઇની કપાસ ખરીદો ૭૦ લાખ ગાંસડી આસપાસ પહોંચી ચુકો છે.

સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં એક લાખ ગાંસડીની મર્યાદા રાખવાના નિર્ણયને તેલંગાના સરકારે વિરોધ કરીને ખેડૂતો જેટલો કપાસ લાવે તે તમામની ખરીદી સીસીઆઈ દ્વારા થાય તેની માગણી કરવામાં આવી છે.


ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક બુધવારે થોડી વધી હતી પણ માર્કેટયાર્ડોમાં ત્રણ થી સવા ત્રણ લાખ મણ જ કપાસની આવક જોવા મળી હતી.

ગુજરાતમાં કડીમાં દેશાવરના કપાસમાં મણે રૂ.૧૦ સુધર્યા હતા કારણ કે કપાસિયા-ખોળના ભાવ મંગળવારે અને બુધવારે સતત બે દિવસ સુધરતાં જીનર્સોની પેરિટિ થોડી વધી હતી અને તમામ જીનર્સોને સારી ક્વોલીટીનો કપાસ લેવો હતો.

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ઘટીને ૧.૫૦ લાખ મણની રહી હતી નવા કપાસના નીચામાં રૂ.૯૦૦ થી ૧૦૦૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૪૫ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૬૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૪૦ થી ૧૦૭૦ હતા.

સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસમાં મણે રૂ।.૧૦ સુધર્યા હતા જ્યારે નબળા કપાસના ભાવ ટકેલા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસની આવક થઇ હતી તેમાંથી માત્ર પાંચ ટકા જ સારી બેસ્ટ કવોલીટીના કપાસની આવક હતી અને તેના ભાવ સુધર્યા હતા.


ગામડે બેઠા રૂ.૧૦૭૦ થી ૧૧૨૫ સુધીના ભાવે કપાસ વેચાય છે. સુપર બેસ્ટ, પુરા ઉતારાના કપાસના ગામડે બેઠા રૂ.૧૦૨૫ થી ૧૦૩૦ બોલાતા હતા જ્યારે નબળો, મિડિયમ કપાસના રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ના ભાવ બોલાતા હતા.

જીનપહોંચ કપાસના સારી કવોલીટીમાં બુધવારે મણે રૂ।.૧૦ સુધર્યા હતા. જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૫૦ થી ૧૧૫૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૩૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧૨૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.


કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૩૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે બુધવારે કપાસની ખરીદી વધી હોઇ તેમજ કપાસિયા-ખોળ બે દિવસથી સુધી રહ્યા હોઈ તેમજ આગળ જતાં કપાસ-રૂ,કપાસિયા-ખોળમાં તેજી થવાની ધારણાએ જીનર્સોની લેવાલી વધતાં કપાસમાં મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૦૫૦-૧૧૨પ, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૧૦, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૪૦ અતે કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૫૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close