ડુંગળીમાં નિકાસ માંગથી બે દિવસમાં ભાવમાં વધારો…

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીમાં નિકાસ પહેલી જાન્યુઆરીથી ખુલી રહી હોવાથી છેલ્લા બે દિવસથી ખેડૂતોએ માલ વેચાણ કરવાનો અટકાવી દીધો હોવાથી ભાવમાં મણે રૂ.૧૫૦ની તેજી આવી ગઈ છે. જોકે વેપારીઓ કહે છેકે હવે ઉપરમાં ભાવ બહુ વધી જાય તેવીસંભાવનાં ઓછી છે.


નાશીકનાં એક નિકાસકારે જણાવ્યું હતુંકે ડુંગળીમાં હાલ શ્રીલંકા અને દુબાઈનાં વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે, પરંતુ નિકાસ ભાવ હજી પહેલી જાન્યુઆરીની બજાર ઉપર નક્કી થશે.

બે દિવસથી ખેડૂતોએ માલ પહેલાની તુલનાએ અડધો જ લાવી રહ્યાં હોવાથી ડુંગળીનાં ભાવ ઊંચકાયા છે. જોકે બહુ ભાવ વધી જશે તો નિકાસમાં પેરિટીને અસર થાય તેવીધારણા છે.


ગોંડલમાં આજે ૧૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૪૦૦ થી ૫૫૦નાં હતાં. આજે ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૮૦નો સુધારો આવ્યો હતો.

મહુવામાં લાલની ૫૩૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૭ થી ૪૯૦ અને સફેદની ૬૭૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦ થી ૫૬૧નાં જોવા મળ્યાં હતા.

નાશીકની લાસણગાંવ મંડીમાં આજે માત્ર ૫૪૦૦ ડક્વિન્ટલની આવક હતી, જે ગઈકાલે ૧૪ હજાર ક્વિન્ટલની થઈ હતી. નાશીક ડુંગળીનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૧૧૦૦ થી ૨૭૬૦નાં હતાં. મોડલ ભાવ બે દિવસમાં રૂ.૧૭૫૦ થી વધીને રૂ.૨૫૦૦ થયા હતાં.

Leave a Comment