લસણમાં આવક ઘટતા બે દિવસમાં ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

લસણ બજારમાં આવકો ઘટી રહી છે અને દેશાવરમાં બજારો સારી હોવાથી લોકલ બજારમાં પણ બે દિવસમાં મણે રૂ.૨૦૦ સુધરી ગયાં છે.

રાજકોટ-જામનગરનાં વેપારીઓ કહે છે કે દેશાવરમાં લસણની આવકો ઘટી હોવાથી બે દિવસમાં કિલોએ રૂ.૧૦થી ૧૫ની તેજી આવી ગઈ છે, જેને પગલે લોકલ બજારમાં મણે રૂ.૨૦૦થી ૨૫૦નાં વધારો થયો છે.


મધ્યપ્રદેશમાં આવકો મોટા પાયે કપાણી છે. વળી ગુજરાત, મધ્યપ્રદેશ સહિતનાં લસણનાં ઉત્પાદક વિસ્તારમાંથી અમુક વિસ્તારમાં પીળીયાનો રોગ આવ્યો છે અને હજી જો સુકારો આવે તો ઉત્પાદનમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવનાં નકારી શકાય તેમ નથી. પીળીયાથી પણ ક્વોલિટી-ઉતારાને અસર પહોંચશે.

રાજકોટમાં લસણની ૨૦૦ ગુણીની આવક હતી અને લસણનાં ભાવ ક્ડીબરમાં રૂ.૮૫૦થી ૯૦૦, મિડીયમમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦, રાશબંધ રૂ.૧૧૫૦થી ૧૩૫૦, લાડવા રૂ.૧૩૫૦થી ૧૪૫૦ અને ફુલ ગોલા રૂ.૧૪૫૦થી ૧૬૦૦નાં ભાવ હતાં.


ગોંડલમાં ૧૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૦૦થી ૧૩૪૦નાં હતાં. જામનગરમાં ૫૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૦૦થી ૧૬૨૦ના હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close