ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ, જાણો ક્યાં જિલ્લામાં આગામી 3 દિવસમાં પડશે વરસાદ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ આગાહી કરી છે.

હવામાન વિભાગ ની આગાહી :

હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.


તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે આપ્યા વરસાદના સારા સમાચાર :

  • આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે
  • 21 અને 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પડશે વરસાદ
  • દાહોદ, નર્મદા, સુરત, નવસારી, તાપી અને ભાવનગરમાં પડશે વરસાદ
  • 23 અને 24 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી


હવામાન વિભાગે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, અને સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી…

સૌરાષ્ટ્રમા વરસાદની આગાહી :

સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી.અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદી મોહાલ જામ્યો છે. યાત્રાધામ શામળાજી , ભિલોડા અને ઈસરોલ સહિતના ગામોમાં વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી ગઇ છે, વિરામ બાદ વરસાદનું આગમન થતા  ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.


અમદાવાદ હવામાન સમાચાર :

અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો,  હવામાન વિભાગે શહેરમાં હળવા વરસાદની કરી છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ  24 ઓગસ્ટ સુધી માત્ર હળવા વરસાદની જ સંભાવના છે.  સારા વરસાદ માટે હજું વધુ રાહ જોવી પડશે.

ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ :

બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટ સર્જાય શકે છે. રાજકોટ આજી અને ન્યારી ડેમ તળીયા ઝાટક થયા છે. આજી-1 ડેમમાં 15.90 ફૂટ જળસ્તર સાથે ડેમ માત્ર 27 ટકા જ ભરેલો. તો ન્યારી ડેમની કુલ સપાટી 25 ફૂટ હવે માત્ર 17 ફૂટ જ ડેમમાં પાણી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close