સૌરાષ્ટ્રના મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ઊંચામાં વધીને મણનાં રૂ.૪૪૫ સુધી બોલાયાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીમાં હાલ સેન્ટરવાઈઝ ઊંચા-નીચા ભાવ બોલાય રહ્યાં છે. ગુજરાતમાં ડુંગળીની આવકો હાલ તમામ સેન્ટરમાં ઓછી છે, પંરતુ અમુક સેન્ટરમાં સારો માલ વધારે આવી રહ્યો છે. મહુવામાં આજે સારી ક્વોલિટીની લાલ ડુંગળીમાં ઊંચામાં રૂ.૪૪૫ સુધીનાં ભાવ હતા, પંરતુ ગોંડલમાં ઊંચા ભાવ મહુવા કરતાં રૂ.૧૦૦ જેટલા નીચા બોલાયાં હતાં.

મહુવા લાલ ડુંગળી ના ભાવ :

મહુવામાં લાલ ડુંગળીની ગુરૂવાર કુલ ૪૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૭૪ થી ૪૪પનાં હતાં. જ્યારે સફેદની ૨૬૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦ થી ૩૨૪નાં ભાવ હતાં.


લાલ ડુંગળી ના ભાવ ગોંડલ :

ગોંડલમાં લાલ ડુંગળીની ૪૬૫૦૦ ક્ટ્રાની આવક સામે ભાવ રૂ.૧૫૧ થી ૩૧૧ નાં ભાવ હતાં. જ્યારે સફેદમાં ૪૧૫ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૩૧ થી ૨૦૧નાં ભાવ હતાં.

ગોંડલમાં સારી ક્વોલિટીમાં ઊંચામાં ડુંગળીમાં માત્ર રૂ.૩૧૧નાં જ ભાવ…


ડુંગળી ના ભાવ રાજકોટ :

રાજકોટમાં ડુંગળીની ૧૩૦૦ થી ૧૪૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૧૧૦ થી ૩૬૧નાં ભાવ હતાં.

ગુજરાતમાં ડુંગળી ના વેપાર :

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં સુકા માલો સારી ક્વોલિટીનાં આવે છે તેનાં ભાવ ઊંચા બોલાય શકે છે. વરસાદની અછત હોવાથી સારી ક્વોલિટીનાં ભાવ ઊંચા જ રહે તેવી ધારણાં છે. ડુંગળીમાં નિકાસ વેપારો જો ચાલુ થાય તો સરેરાશ બજારો વધશે, નહીંતર ભાવ આ રેન્જમાં અથડાયા કરશે. ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ ઉપર વાવેતરનો આધાર રહેલો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment