મગફળીની બજારમાં સ્થિરતા હતી, પંરતુ મગફળીની વેચવાલી ન હોવાથી અને તહેવારોની ઘરાકીનાં ટેકે સીંગદાણાની બજારમાં તેજી હતી. કોમર્શિયલ સીંગદાણાનાં ભાવમાં સતત બીજા દિવસે રૂ.૨૦૦૦ વધી જત્તા બે દિવસમાં રૂ.૪૦૦૦નો ઉછાળો આવ્યો હતો.
મુખ્ય મુદ્દાઓ
વરસાદમાં મગફળીની સ્થિતિ :
આગામી દિવસોમાં વરસાદની પેટર્ન ઉપર બજારમાં તેજી-મંદી થવાની સંભાવનાં છે. સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં આજે છાંટા-છુંટી હતી, પંરતુ સારો વરસાદ હજી ક્યાંય પડ્યો નથી. જો ચાલુ સપ્તાહમાં સારો વરસાદ પડી જશે તો સરેરાશ સીંગદાણાનાં ભાવમાં વધુ સુધારાને બ્રેક લાગે તેવી સંભાવનાં રહેલી છે.
મગફળી ના ભાવ રાજકોટ :
રાજકોટમાં ૪૫૦ ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૧૫૦ થી ૧૩૧૦, ર૪ નં. રોહીણીમાં રૂ.૧૧૨૦થી ૧૩૦૦, ૩૯ નં.માં રૂ-૧૧૨૦થી ૧૨૭૦, જી-૨૦માં રૂ.૧૨૫૦થી ૧૪૨૩, દહ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨ર૩૦નાં ભાવ હતાં. ઉનાળુનાં ભાવ ફરૂ.૧૧૩૦થી ૧૧૪૦ના ભાવ હતાં.
મગફળીનું વેચાણ ગુજરાતમાં સાવ નહિવત હોવાથી બજારમાં મજબૂતાઈ ટકી રહે એવી સંભાવના…
ગોંડલ મગફળી ના ભાવ :
ગોંડલમાં ૩૫૦૦ ગુણીની આવક હતી અને ૩૭૦૦ ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૨૫૦થી ૧૪૧૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧રપ૦નાં હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૫૦૦નાં હતાં.
નાફેડ મગફળી ના ભાવ :
ગુજરાતમાં નાફેડની મગફળી મંગળવારનાં રોજ રૂ.૬૮૯૯નાં ભાવથી વેચાણ થઈ હતી. જ્યારે રાજસ્થાનનની મગફળી રૂ.૬૦૧૧નાં ભાવથી વેચાણ થઈ હતી. આમ નાફેડની મગફળીનાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે.