લસણની બજાર: વરસાદની જરૂરિયાતને કારણે હાલ લસણના ભાવ વધવા નહિવત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ લસણની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. ગુજરાત સહિત દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હાલ વરસાદની ખાધ છે. ચોમાસું ચાલુ વર્ષે સામાન્ય રહેવાની હવામાન ખાતાએ આગાહીકરી છે, પંરતુ જુલાઈ અડધો પૂરો થવા આવ્યો હોવા છત્તા હજી વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે, જેને પગલે સરેરાશ લસણ બજારમાં તેજી થાય તેવા કોઈ સંજોગો હાલ દેખાતા નથી.

ગુજરાતમાં લસણની આવક :

ગુજરાતનાં મુખ્ય ત્રણ સેન્ટર રાજકોટ, ગાંડલ અને જામનગરમાં લસણની આવકો પણ બહુ ઓછી થાય છે અને જે આવકો થાય છે તેમાંથી ૭૦ ટકા માલ નબળી ક્વોલિટીનો આવી રહ્યો છે, જેન પગલે તેમાં ભાવ વધવાની સંભાવનાં ઓછ છે.

લસણ બજારની માહિતી :

સારો માલ હાલ બહુ જ ઓછો આવી રહ્યો છે. આગામી દિવસોમાં જો સારી ક્વોલિટીનું લસણ આવશે તો બિયારણ કે સાઉથવાળાની લેવાલી આવી શકે છે.


લસણના ભાવ :

લસણનાં ભાવ હાલ નબળા માલમાં રૂ.૩૦૦થી ૫૦૦ સુધી અને સારી ક્વોલિટીમા રૂ.૭૦૦થી ૧૨૦૦ સુધીનાં ભાવ જોવા મળી રહ્યાં છે. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર છે.

કેવી રહેશે લસણની માર્કેટ :

જો હાલ કોઈ નબળું લસણ પડ્યું હોય અને સારા ભાવ મળતા હોય તો વેચાણ કરીને છૂટા થવામાં ફાયદો છે. લાંબાગાળે લસણ વધશે, પંરતુ એ સારી ક્વોલિટીમાં જ સુધારો આવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment