ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ ફરી ઊંચકાય રહ્યા છે. ડુંગળીમાં ખરીદી ઓછી છે અને સ્ટોકના માલમાં હજી વેચવાલી નથી. આ તરફ નાફેડ હજી નાશીકથી રૂ.૧૮૦૦ના ઉપરનાં ભાવથી ડુંગળીની ખરીદી કરી રહ્યું છે. પહેલા જેટલી ખરીદી થતી નથી, પંરતુ સરેરાશ ડુંગળીની બજારમાં લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સારો દેખાય રહ્યો છે.
ગુજરાતમાં ડુંગળીના ભાવ :
ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૨૦૦થી ૪૦૦ સુધી બોલાય છે. સારી ક્વોલિટીમાં ભાવ ૧૭મી જુલાઈનાં રોજ મહુવામાં ઉપરમા રૂ.૪૪૦ સુધી ભાવ બોલાયાં હતા. આ લાલ ડુંગળીની વાત છે.
લાલ ડુંગળીના ભાવ :
લાલ ડુંગળીમાં વેપારીઓનાં મતે ગમે ત્યારે ભાવ વધીને રૂ.૫૦૦ સુધી પહોંચે તેવી સંભાવનાં રહેલી છે, પંરતુ એ માટે થોડો સમય રાહ જોવી પડશે. જેમની પાસે સારી ક્વોલિટીની મોટા દડા વાળો માલ હોય તેમણે રાખી મુકવામાં ફાયદો છે. આગળ ઉપર ભાવ વધવાની સંભાવનાં નકારી શકાય તેમ નથી.
ગુજરાતમાં ડુંગળીનું વાવેતર :
ખરીફ સિઝનમાં ડુંગળીનાં વાવેતર ધારણાં કરતા ઓછા થાય તેવી પણ સંભાવના છે. ડુંગળીમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સારી તેજી થાય તેવી સંભાવનાં કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.