દેશાવરમાં તમામ રાજ્યમાં કપાસનું વાવેતર ઘટવાના રિપોટથી કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કપાસના મોટા ઉત્પાદક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટવાના રિપોર્ટને પગલે રૂ-કપાસ-કપાસિયા અને કપાસિયાખોળના ભાવ નવી સીઝનમાં પણ ઊંચા રહેવાની આગાહીઓ કરાઈ રહી છે જેને પગલે દેશાવરમાં આજે સવારથી કપાસના ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫ ઊંચા બોલાતા હતા. ગુજરાતમાં કપાસનું વાવેતર વધ્યું છે પણ વરસાદનો અભાવ હજુ ઘણા વિસ્તારમાં હોઇ કપાસના ઉતારા કપાવાની ડર વધી રહ્યો છે.

ભારતમાં કપાસ ની બજાર :

મહારાષ્ટ્રના જૂના કપાસ અને તામિલનાડુના નવા કપાસની છુટીછવાઇ આવક હોઇ કપાસના ભાવમાં ભડકો થતાં અટકી રહ્યું છે તેમ છતાં અપૂરતો વરસાદ અને દેશાવરમાં કપાસના વાવેતર કપાયા હોઇ અહીં ધીમી ગતિએ ભાવ વધી રહ્યા છે.


કપાસ ના બજાર ભાવ :

કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ કપાસના ઊંચામાં વધીને રૂ.૧૫ થી ૨૦ વધીને રૂ.૧૭૨૫ થી ૧૭૩૫ બોલાતા હતા. ગામડે બેઠા પણ હવે ખેડૂતો રૂ।.૧૭૨પ૫પથી નીચે વેચવા તૈયાર નથી, તેના ભાવ રૂ।.૧૭૨૫ થી ૧૭૩૫ બોલાય છે.

સૌરાષ્ટ્રમાં કપાસ ના ભાવ :

સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ,અમરેલી અને સાવરકુંડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૧૨૧૫ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ.૧૭૮૯, અમરેલીમાં રૂ.૧૭૫૦ અને સાવરકુંડલામાં ઊંચામાં રૂ.૧૭૭૫ હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment