ગુજરાતમાં મગફળીમાં વેચાણ ઘટતા મગફળી ના ભાવ રહ્યા સ્થિર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વરસાદની કમી હોવાથી મગફળીનાં ઊભાપાક ઉપર હવે ખતરો છે. જૂનાગઢ-કેશોદ પંથકનાં વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં પાકને હવે વરસાદની તાતી જરૂર છે.

મગફળી ની બજાર :

વરસાદનાં અભાવે હાલ અનેક ખેતરમાં સુકારાનો રોગ લાગુ પડી ગયો છે. જો હજી એકાદ સપ્તાહ વરસાદ નહીં આવે તો ઊભા પાકને અસર થાય તેવી સંભાવનાં છે. મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવસરેરાશ સ્ટેબલ છે.

નાફેડ સીંગદાણા નાં ભાવ :

નાફેડનાં પણ ઊંચા ભાવ હોવાથી પીઠાઓમાં ભાવ નીચા આવે તેવી સંભાવનાં ઓછી છે. સીંગદાણાનાં ભાવમાં આજે ટને રૂ.૫૦૦થી ૧૦૦૦નો સુધારો હતો, જેનો પણ ટેકો મળી રહ્યો છે.


ગોંડલ મગફળી ના ભાવ :

ગોંડલમાં ચાર હજાર ગુણીનાં વેપાર હતાં. જી-૨૦માં પિલાણમાં રૂ.૧૧૦૦થી ૧૩૭૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦થી ૧૩૦૦-૧૩૦૦નાં હતાં.

રાજકોટમાં મગફળીની આજે હરાજી થઈ નહોંતી.

ડીસા મગફળી ના ભાવ :

ડીસામાં પણ માત્ર ૨૮૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૫થી ૧૨૧૫નાં હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment