Monsoon rain in Gujarat: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે. ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે . હાલ માત્ર ૩૦ થી ૪૦ ક્રિમી ચોમાસું દુર છે. હાલ મહારાષ્ટ્રના દહાણું ચોમાસું પહોંચ્યું છે. ગુજરાતના દરવાજે આવીને ચોમાસાએ બ્રેક મારી છે.
મુખ્ય મુદ્દાઓ
મુખ્ય મુદ્દાઓ
ખાંભા અને ગીરના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી
હાલ ખાંભાના ગામડાઓમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ગીરના ગામડાઓમાં નદી-નાળાઓમાં વરસાદી નીર આવ્યા છે. ખાંભાના ધાવડિયા અને ગીદરદી ગામની નદીઓમાં નવા નીર આવ્યા છે. ધાવડિયા ગામે નદીમાં પાણી વહેતા થયા છે. ગીરના ગામડાઓમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે.
અરવલ્લી અને શામળાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
ખેડુતો માટે ખુશ ખબર : ચોમાસુ ગુજરાતથી માત્ર ૩૦ થી ૪૦ કિ.મી. દુર, ચોમાસુ વલસાડ પહોચ્યુ, આખુ અઠવાડીયું રાજયના વિવિધ ભાગોમાં વરસાદ પડશે : હવામાન ખાતુ…
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનું આગમન
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આ વખતે રાજયમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન ચાર દિવસ વહેલા થયું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદી માહોલ સાથે ખેડૂતોની વાવણીની શરૂઆત
સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૨૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સંતરામપુરમાં ૪૦ મી.મી, મોરવા હડફ ર૪, કલોલ રર, સંજેલી ૧૫, કડો ૧૨, ગાંધીનગર ૧૧ અને કપરાડામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. બીજી તરફત અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે.
આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૧ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ર૪ કલાકમાં રાજ્યના ૨૬ તાલુકાઓમાં ૧૦ મી.મી.થી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો…
સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ઘોધમાર વરસાદ
ગઇ કાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના સાવરફુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ઘોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેતપુર સહિત જામકંડોરણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો.
ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ૧૧મી જૂને ગીર સોમનાથ , ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરલી, છોટા ઉદેપુર , નવસારી, નમદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો તો ૧૨મી અને ૧૩ જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઉપરાંત ૧૪મી, ૧૫ મી અને ૧૬મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.