Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો મંજૂર કર્યો છે. મંજૂર થયેલ દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા છે.

9 જૂન ગુરુવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, મંજૂર દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા છે.

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષની સરખામણીમાં MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ તલ 523 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૂર્યમુખી બીજ 385 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તુવેર, અડદ અને મગફળી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કપાસ (મધ્યમ મુખ્ય) માટે 354 રૂપિયા અને કોટન (લોંગ સ્ટેપલ) 355 રૂપિયા ભલામણ કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું કે, તેનાથી વધુ રોકાણ અને ઉત્પાદન થશે. તે ખેડૂતો માટે ખાતરી પૂર્વકના લાભકારી ભાવો પણ પ્રદાન કરશે અને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.

આગળ અનુરાગ ઠાકુરે કે મોદી સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા અને તેમની આવકમાં વધારા માટે પ્રતિબદ્ધ છે. અમે માત્ર એમએસપીમાં સતત વધારો જ નથી કરી રહ્યા પરંતુ વધુને વધુ ખરીદી પણ કરી રહ્યા છીએ. અમારી સરકારમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે 1 લાખની છૂટ આપવામાં આવી છે. અમે સિંચાઈથી લઈને વીમા સુધી, જમીનના સ્વાસ્થ્યથી લઈને ખેડૂતો માટે પેન્શન સુધી કામ કરી રહ્યા છીએ.

ટેકાના ભાવ વધારાથી શું લાભો થશે :

  • વધુ રોકાણ અને ઉત્પાદન તરફ દોરી જશે
  • ખેડૂતોને ખાતરીપૂર્વકના વળતરના ભાવ આપશે
  • આત્મનિરોહર ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે
  • આત્મનિર્ભરતા તરફ દોરી જશે અને આયાત પર નિર્ભરતા ઘટાડશે

પાછલા વર્ષની સરખામણીમાં એમએસપીમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરવામાં આવી છે.

  • તલ (રૂ. 523 પ્રતિ ક્વિન્ટલ)
  • મગ (રૂ. 480 પ્રતિ ક્વિન્ટલ)
  • સૂર્યમુખીના બીજ (રૂ. 385 પ્રતિ ક્વિન્ટલ)

છેલ્લા બે વર્ષમાં જ MSPના 38.56 લાખ લાભાર્થીઓમાં વધારો થયો છે. સરકારે તેના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન ખેડૂતોને MSPના રૂપમાં રેકોર્ડ નાણાં પણ આપ્યા છે. એટલે કે માત્ર પાકના ભાવમાં જ વધારો નથી થયો પરંતુ તેની ખરીદી અને લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

કેન્દ્ર સરકારે 2022-23 માટે 15 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં રેકોર્ડ વધારો કર્યો છે. ગત વર્ષે વિવિધ પાકોના ભાવ રૂ. 70 થી વધારીને રૂ. 452 કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે રૂ.92 થી રૂ.523નો વધારો થયો છે. ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે મોદી સરકારે દર વર્ષે પાકના સરકારી ભાવમાં વધારો જ નથી કર્યો પરંતુ તેનો વ્યાપ પણ વધાર્યો છે.

તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ

પાક

MSP 2014-15

MSP 2021-22

MSP 2022-23

ઉત્પાદન ખર્ચ* 2022-23

MSP માં વૃદ્ધિ (સંપૂર્ણ)

ખર્ચ પર વળતર (ટકામાં)

ડાંગર (સામાન્ય)

1360

1940

2040

1360

100

50

ડાંગર (ગ્રેડ A)^

1400

1960

2060

100

જુવાર (હાઇબ્રિડ)

1530

2738

2970

1977

232

50

જુવાલ (માલદાંડી)^

1550

2758

2990

232

બાજરો

1250

2250

2350

1268

100

85

રાગી

1550

3377

3578

2385

201

50

મકાઇ

1310

1870

1962

1308

92

50

તુવેર (અરહર)

4350

6300

6600

4131

300

60

મગ

4600

7275

7755

5167

480

50

અડદ

4350

6300

6600

4155

300

59

મગફળી

4000

5550

5850

3873

300

51

સૂરજમુખીની બીજ

3750

6015

6400

4113

385

56

સોયાબીન (પીળા)

2560

3950

4300

2805

350

53

તલ

4600

7307

7830

5220

523

50

કાળા તલ

3600

6930

7287

4858

357

50

કપાસ (મધ્યમ રેસો)

3750

5726

6080

4053

354

50

કપાસ (લાંબો રેસો)^

4050

6025

6380

355

*ખર્ચના સંદર્ભમાં તમામ ચૂકવવામાં આવેલા ખર્ચનો સમાવેશ થાય છે જેમ કે દૈનિક વેતન પર રાખવામાં આવેલા શ્રમિકોને આપેલી મજૂરી, બળદની મજૂરી/મશીન મજૂરી, ભાડાપટ્ટાની જમીન માટે ચૂકવવામાં આવેલું ભાડું, બિયારણ, ખાતર, ખાતર, સિંચાઇનો ચાર્દ વગેરે જેવી સામગ્રીના ઉપયોગ માટે કરવામાં આવેલો ખર્ચ, ઓજારો અને ખેતરની ઇમારતો પર લાગેલો ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પંપ સેટ વગેરે ચલાવવા માટે જરૂરી ડીઝલ/વીજળી, પરચુરણ ખર્ચ અને પારિવારિત મહેનતાણાંનું લાગુ પડી શકે તેવું મૂલ્ય સામેલ છે.
^ ખર્ચ ડેટાને ડાંગર (ગ્રેડ A), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબા રેસા) માટે અલગથી સંકલિત કરવામાં આવ્યો નથી.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment