June Cotton Market : કપાસનું વાવેતર વધુ થવાને કારણે કપાસના ભાવ પર જોખમ જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ કપાસના ભાવ ખેડૂતોને બહુ જ સારા મળ્યા છે. એટલે સ્વભાવિક રીતે ખેડૂતોને કપાસનું વાવેતર કરવાનું મોટું થવાનું છે. અમેરિકા, ચીન, પાકિસ્તાન અને ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે.

અમેરિકામાં સીઝનની શરૂઆતમાં વરસાદ ઓછો હતો એટલે સૌથી વધુ કપાસ ઉગાડતાં ટેક્સાસ અને અકલોહામામાં કપાસનું વાવેતર ઘટશે અને ઉતારા પણ ઘટશે તેવું લાગતું હતું પણ છેલ્લા બે અઠવાડિયાથી અમેરિકામાં કપાસ ઉગાડતાં તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે આથી સ્થિતિ થોડી સુધરી છે.

ગયા અઠવાડિયે ચીનમાં પણ ભારે વરસાદ પડયો હતો અને ચાલુ વર્ષે ચીનમાં રૂના ભાવ અન્ય દેશો કરતાં બહુ જ નીચા છે આથી ખેડૂતોને કપાસનું વાવેતર કરવાનું કોઇ આકર્ષણ નથી.


છેલ્લા બે મહિનાથી કોરોનાના કેસો દિવસેને દિવસે વધીને આવતાં હોઇ મોટાભાગના વિસ્તારમાં સરકારે લોકડાઉન લાધ્યું હતું જેને કારણે કેટલાંક વિસ્તારમાં કપાસનું વાવેતર ઘટયું હોવાનો પણ અહેવાલ મળી રહ્યા છે.

પાકિસ્તાનમાં કપાસનું વાવેતર ગયા વર્ષ જેટલું અથવા તો થોડું વધુ થવાના અહેવાલ આવી રહ્યા છે. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતનું અડધું જ કપાસનું ઉત્પાદન થઇ રહ્યુ છે આથી ગયા વર્ષ જેટલું કપાસનું ઉત્પાદન થાય તો પણ પાકિસ્તાનને વિશ્વ બજારમાંથી રૂ ખરીદવા જવું પડશે.


નહેરો તૂટી ગઇ હોઇ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અને નહેરોના પાણી ખેડૂતોને સમયસર મળ્યા ન હોઇ કપાસનું વાવેતર જેટલું વધવું જોઇએ તેટલું વધ્યુ નથી છતાં પણ ગયા વર્ષથી આ ત્રણેય રાજ્યોમાં પાંચ થી આઠ ટકા વાવેતર વધે તેવા સંજોગો દેખાય છે.

કપાસના વાવેતરની સ્થિતિ દેશ અને વિદેશમાં જોતાં ખેડૂતો કપાસનું વાવેતર કરે તો ઊંચા ભાવ જ મળવાના છે. આ વર્ષે કપાસના મણે ૨૦૦૦ થી ૨૮૦૦ રૂપિયા ભાવ મળ્યા તેવા ભાવ મળવાની શક્યતા નથી પણ ખેડૂતોને કપાસના ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા મણના ભાવ મળે તેવી શક્યતા દેખાય છે.


ખેડૂતો જો વધુ પડતો કપાસ ઉગાડશે તો શરૂઆતમાં યાર્ડોમાં જંગી આવક થતાં ભાવ તૂટીને તળિયે પહોંચી જશે જ્યાંથી ભાવ સુધરવાની શક્યતા ઘટશે આથો માપેમાપ ખેડૂતોએ કપાસનું વાવેતર કરવું જોઈએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment