ખરીફ વાવેતર માટે મગફળીમાં બિયારણની વધતી માંગથી મગફળીના ભાવમાં ચમકારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં ખરીફ વાવેતર માટે બિયારણની વધતી માંગ અને દાણાવાળાની પણ માંગ સારી હોવાથી બજારમાં સરેરાશ મણએ રૂ.૧૦થી ર૦નો સુધારો જોવા મળ્યો હતો.

માર્કેટિંગ યાર્ડોમાં ઉનાળુ મગફળીની આવકો પણ ખાસ વધતી નથી અને સામે માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.

10 જૂન શનિવારે મોટા ભાગનાં પીઠાઓ ભીમ અગિયારસને કારણે બંધ રહેશે, કેટલાક યાર્ડો શુક્રવારે પણ બંધ રહ્યાં હતાં. સોમવારે મગફળીની આવકો કેટલી થાય છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

રાજકોટમાં નવથી ૧૦ હજાર ગુણઈની આવક હતી અને નવ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ૨૪ નં.રોહીણી ૩૭ નંબરમાં ભાવ રૂ.૧૧૩૯થી ૧૨૬૪૦, ૩૯ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨૨૦, જી-ર૦માં રૂ.૧૨૩૦થી ૧૩૪૦ અને બીટી ૩રમાં રૂ.૧૧૦૦થી ૧૨૪૦ના ભાવ હતાં.

ગોંડલમાં ૧ર થી ૧૩ હજાર ગુણીની જૂની અને ૭૦૦૦ ગુણી ઉનાળુની આવક હતી અને કુલ ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૧૨૦૦થી ૧૩૩૫, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦ થી ૧૨૫૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૦૫૦થી ૧૩૩૦નાં હતાં. બિયારણ ક્વોલિટીમાં રૂ.૧૩૫૦ આસપાસનાં હતાં.

હિંમતનગર માં ૪૫૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૩૦રથી ૧૫૪૩નાં ભાવ હતાં. ડીસામાં ૧૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૦૦ થી ૧૩૭૫નાં ભાવ હતાં.

સીગદાણાની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. કોમર્સિયલમાં ટને રૂ.૫૦૦ વધીને બે દિવસમાં રૂ.૧૦૦૦નો વધારો થયો છે. ભાવ શુક્રવારે રૂ.૮૫,૦૦૦નાં બોલાતાં હતાં. દાણામાં પણ બજારો સારી હતી. હિંમતનગરમાં બોમ્બે ડિલીવરીનાં ભાવ રૂ.૧૦૮થી ૧૦૦૯ જેવા પ્રતિ કિલોનાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment