લસણમાં ખરીદીના અભાવે ભાવમાં ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

લસણમાં લેવાલીનાં અભાવે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નવું લીલી લસણ બજારમાં આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકીને પણ અસર પહોંચી છે.

લીલું લસણ પણ આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકી પણ ઘટી

આવી સ્થિતિમાં લસણનાં ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવી શકેછે. હાલ સારી ક્વોલિટીનું લસણ પણ ખાસ આવતું નથી, પરિણામે ઉપલા લેવાલમાં ભાવ નીચા બોલાય રહ્યાં છે.


રાજકોટમાં લસણની ૫૦૦ ક્ટ્ટાની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, રાશબંધમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૩૦૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૧૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૫૦૦થી ૯૦૦ સુધીનાં જ ભાવ હતાં. ગોંડલમાં ૭૦૦ બોરીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૧૦૦૦ અને રાશબંધમાં રૂ.૧૧૦૦નાં ભાવ હતાં.


લસણનાં વેપારીઓ કહે છે કે હાલ લીલી લસણ બજારમાં આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકી ઓછી છે અને બીજી તરફ દેશાવરમાં પણ આગોતરા લસણની થોડી-થોડી આવક થાય છે. આગામી દિવસોમાં લસણનાં ભાવ નીચા આવે તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment