બિયારણ ક્વોલિટોની મગફળીમાં હવે લોકલ વેપારીની માંગ વધી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. બિયારણ ક્વોલિટીની સારી મગફળીમાં સાઉથનાં વેપારીની લેવાલી પૂરી થયા બાદ હવે લોકલ વેપારીની માંગ વધી છે.

પિલાણ ક્વોલિટીની મગફળીનાં ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ

લોકલ વેપારી નીચા ભાવથી લેવાલ હોવાથી સરેરાશ ભાવમાં સુધારો થયો હતો. જોકે હાલ ૬૬, ૯ નંબર કે ૯૯ નંબર ક્વોલિટીની મગફળીની આવકો બહુ ઓછી આવી રહી છે.

જામનગર બાજુ થોડો માલ આવે છે અને ત્યાં લોકલ વેપારીની માંગનાં ટેકાના ભાવમાં સુધારો થયો હતો. પિલાણ કે દાણાબર ક્વોલિટીના ભાવ ટકેલા રહ્યાં હતાં.


ગોંડલમાં ૨૮૦૦૦ ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૮૦૦થી ૧૧૦૦, રોણહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦થી ૧૦૩૫, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૦૦થી ૧૦૪૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૮૮૦થી ૧૦૯૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૨૦ અને ૯૯ નં.માં રૂ.૯૫૦થી ૯૯૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૦૭૦નાં ભાવ હતાં.


જામનગરમાં પ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૯૦૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૫૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૬૮૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ  રૂ.૧૦૫૧થી ૧૨૩ર, જી-પમાં રૂ.૧૦૨૧થી ૧૧૬૨ અને જી-૨૦માં રૂ.૮૯પથી ૧૦૮૩નાં ભાવ હતાં.

હળવદમાં ૩૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૦૭ર૨નાં ભાવ હતાં.


ડીસામાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૪૦થી ૧૧૦૬નાં હતાં. હિંમતનગરમાં 9થી૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૪૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment