કપાસના ભાવ ચાર દિવસ સતત સુધર્યા બાદ ભાવ તૂટયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક સોમવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી રહી હતી. સોમવારે સવારથી ફોરેન અને લોકલ રૂ, કપાસ અને કપાસિયાખોળ વાયદા સતત તૂટતાં ગયા હોઇ આજે તમામ બજારોમાં ભાવ ઘટયા હતા.


નોર્થમાં માર્કેટયાર્ડો ખુલતાંમાં જ કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ તૂટયા હતા. ખોળ વાયદા ઘટતાં કપાસિયા અને ખોળના ભાવ તૂટતાં તેની અસરે કપાસમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નોર્થમાં આવક થોડી વધીને ૪૦ થી ૪૩ હજાર ગાંસડી તેમજ સાઉથમાં પણ થોડી આવક વધી હતી. ગુજરાત મહારાષ્ટ્રમાં કપાસની આવક ટકેલી હતી પણ ભાવ ઘટયા હતા.

ગુજરાતના માર્કેટયાર્ડોમાં આવક ત્રણ લાખ મણને પાર કરી ગઇ હતી. ગુજરાતમાં સીસીઆઇની ખરીદી હજુ અનેક સેન્ટરમાં શરૂ થઇ નથી અને જે સેન્ટરમાં થાય ત્યાં ખેડૂતોને વિશ્વાસ નથી અને સીસીઆઈના અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતાં હોવાની ફરિયાદ પણ વ્યાપક માત્રામાં ઉઠી છે.


મહેસાણાના સાંસદ શારદાબેન પટેલએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શારદાબેન પટેલને કાગળ લખી સીસીઆઈ ની ખરીદીમાં ચાલતાં ગોટાળાની રજૂઆત કરી હતી.

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે વધીને ૧.૮૪ લાખ મણની રહી હતી નવા કપાસના નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૪૫ અને ઊંચામાં રૂ.૧૧૩૫ થી ૧૧૬૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૩૦૦ મણની આવક હતી અને ભાવ રૂ।.૯૩૦ થી ૧૦૫૦ હતા.


માર્કેટયાર્ડોમાં આજે કપાસના ભાવ નીચામાં મણે રૂ।.૨૦ થી રપ અને ઊંચામાં મણે રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા. ૧૧૩૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૦૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.

ગામડે બેઠા સારી કવોલીટીના કપાસના આજે રૂ।.૧૧૦૦ ઉપર ભાવ બોલાતા નહોતા. ગામડે બેઠા ખેડૂતો મક્કમ હતા પણ સોમવારે રૂ.૧૧૦૦ ઉપર કોઇ લેવા તૈયાર ન હોઇ કેટલાંક ખેડૂતો નીચા ભાવે વેચવા તૈયાર હતા. ગામડે બેઠા સોમવારે રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ વચ્ચે વેપાર થયા હતા.


કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું ક આજે સવારે કપાસ બજાર ઘટી હતી પણ વાયદા ઘટતાં કપાસિયા-ખોળના ઘટાડાથી બપોર બાદ કપાસની બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૩૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગત્ત સપ્તાહે સતત ભાવ વધ્યા હોઈ સોમવારે વેચવાલી વધુ હતી. આંધ્રના કપાસની આવક એકધારી વધી રહી છે તેની સામે કર્ણાટક અને કાઠિયાવાડના કપાસની આવક ઘટી રહી છે.


મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૦૬૦-૧૧૦૦, આંધ્રના કપાસના રૂ.૧૦૭૦-૧૧૦૦, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૨૦ અને કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૩૫ બોલાતા હતા.

કાઠિયાવાડના કપાસમાં નીચા ભાવે વેચવાલી આવતી ન હોઇ તેના ભાવમાં ખાસ ઘટાડો નહોતો પણ દેશાવરના તમામ કપાસમાં કડીમાં મણે રૂ.૧૫ થી ૨૦નો ઘટાડો જોવા મળ્યો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment