રાજકોટમાં મગફળીની એક લાખ ગુણીની આવક: ભાવમાં મજબૂતાઈ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાજકોટમાં રવિવારે નવી મગફળીની આવકો શરૂ કરતાં એક લાખ ગુણીની આવક થઈ હોવા છત્તા સીંગતેલનાં ભાવ મજબૂત હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૫ થી ૧૦નો સુધારો થયો હતો.

સીંગતેલ મજબૂત હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૫ થી ૧૦નો સુધારો

મગફળીનાં ભાવ સરેરાશ છેલ્લા એક સપ્તાહમાં મણે રૂ.૨૦થી ૩૦ વધી ગયા છે, જેને પગલે ખેડૂતો ફરી યાર્ડમાં વેચાણ કરવા માટે આવી રહ્યાં છે. હાલમાં લુઝ મજબૂત રહેશે ત્યાં સુધી મગફળીનાં ભાવમાં પણ ઘટાડો થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી.


ગોંડલમાં ૨૯૫૦૦ ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.

રાજકોટમાં એક લાખ ગુણીની આવક હત અને ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦થી ૧૦૧૫, ર૪ નં. રોહિણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૫, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૯૦, જી-ર૦માં રૂ.૬૮૮૦થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૬૯૫૦થી ૯૯૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૧૩૦નાં ભાવ હતાં.


જામનગરમાં ૫૫૦૦થી ૬ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦ થી ૧૧રપનાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૬૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં.

મહુવામાં ૫૫૦૦ ગુણીની આવક હતી અને મગડીમાં ભાવ રૂ.૧૦૫૧થી ૧૨૦૬, જી-પમાં રૂ.૧૦૧૧થી ૧૧૫૫ અને જી-૨૦માં રૂ.૮૭રથી ૧૦૯૯નાં ભાવ હતાં.

હળવદમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦થી ૧૦૭૫નાં ભાવ હતાં.


ડીસામાં ૨૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦ થી ૧૧૫૧નાં હતાં. હિંમતનગરમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૧૧નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment