ગુજરાતના કપાસની આવકમાં ઘટાડા સાથે કપાસના ભાવમાં અનિશ્ચિતતાનો માહોલ

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કપાસમાં આજે નરમ માહોલ હતો, પીઠાઓમાં ગઇકાલની સાપેક્ષમાં આવકો વધી ૧.૬૪ લાખ મણે પહોંચી હતી, જોકે, કોઈ ખાસ ખરીદી ન હતી. હાલ રૂમાં ખાંડીએ રૂ.૨૫૦૦ની ડીસ્પેરિટી હોવાથી જીનર્સો વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે.

કેન્દ્ર સરકારે ચાલુ સિઝન વર્ષ માટે સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કપાસની ટેકાનાં ભાવથી ખરીદી માટે રૂ.૮૦૦૦ કરોડની ફાળવણી કરી છે અને વધારાની રકમ આગામી વર્ષે બજેટમાં ફાળવવામાં આવશે તેમ ટેક્સટાઈલ્સ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સીંધે જણાવ્યું હતું.


સેક્રેટરીએ વધુમાં કહ્યું કે હાલની સ્થિતિએ ચાલુ વર્ષે સરકારને કપાસની ટેકાનાં ભાવથી ખરીદીની જરૂર નહીં પડે તેવુ લાગે છે, પરિણામે આ વર્ષે ખરીદી કે સીસીઆઈને ખોટ જવાનો કોઈ પ્રશ્ન જ નથી, પંરતુ સરકારે ૮ હજાર કરોડની ફાળવણી અત્યારે જરૂર પડે તો કરી છે.

કેન્દ્ર સરકારે ૮ હજાર કરોડ સીસીઆઈ (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) ને કપાસની ચાલુ વર્ષે ટેકાનાં ભાવથી ખરીદી કરવા ફાળવ્યાં…

કપાસનાં ભાવ નીચા જાય તો જ સરકારને ખરીદી કરવાની જરૂર પડશે. કેન્દ્રીય આર્થિક બાબતની કેબિનેટ કમિટીએ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૦-૨૧ સુધીમાં સીસીઆઈને ગયેલી ખોટ કે ખર્ચ પેટે સરકારે કુલ રૂ.૧૭૪૦૮.૮૫ કરોડની ફાળવણી કરી છે, જેને પગલે એજન્સી બેન્કોની લોન સરળતાથી ચૂકવી શકશે.


સીસીઆઈએ છેલ્લા બે વર્ષથી કુલ ઉત્પાદનનાં ૩૩ ટકા ટકા જેટલા રૂની ખરીદી કરે છે, પંરતુ ચાલુ વર્ષે ઊંચા ભાવને પગલે ખરીદીની જરૂર પડશે નહીં.

કપાસની ચાલુ વર્ષે ટેકાનાં ભાવથી ખરીદીની જરૂર નથી: ટેક્સટાઈલ્સ સેક્રેટરી…


કપાસના બ્રોકરો કહે છે કે, આજે ગુજરાતમાં મહારાષ્ટ્રના કપાસમાં ૨૫૦ ગાડીના તો લોકલ કપાસમાં ૩૦૦ ગાડીના કામકાજ હતા. મહારાષ્ટ્રના કપાસના મણના રૂ.૧૬૫૦ – ૧૭૨૦ અને લોકલ કપાસના રૂ.૧૬૫૦ – ૧૭૪૦ના ભાવ હતા. સુરેન્દ્રનગર લાઇનમાં આજે મહારાષ્ટ્રના કપાસની ૫૦ ગાડી ઠલવાઇ હતી.

હાલ માર્કેટ બે દિવસ તૂટે છે, અને ત્રીજા દિવસે ફરી વધે છે, જીનર્સો કહે છે કે, કંઈ સમજાતું નથી, બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment