ગુજરાતના સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું આગમન, ઉનાની કેરીથી ગોંડલમાં હરાજી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હોળી તાપીને શિયાળાની સત્તાવાર વિદાય શાય એ પૂર્વે સૌરાષ્ટ્રમાં મીઠી મધુરી કેસર કેરીનું આગમન થઈ ગયું છે. કેરીના વેપારમાં કેસર કેરીના ઘર ગણાતા તાલાલા યાર્ડને ઓવરટેક કરી ચૂકેલા ગોંડલ યાર્ડમાં પ્રથમ વખત ઉના પંથકની કેરી આવતા હરાજી લેવામાં આવી હતી. ચાલુ વર્ષે તાલાલા પંથકમાં પાક આશરે ૪૦ ટકા જ હોવાની ધારણા છે. બીજી તરફ ધારી અને ઉના પંથકમાં પણ આશરે ૫૦- ૬૦ ટકા પાક હોવાની ધારણા અભ્યાસુઓએ
વ્યક્ત કરી છે.

ઉના અને અમરેલી-ધારી પંથકમાં કેસર કેરીનો પાક ઠીક ઠીક સારો છે અને ત્યાંથી નવી કાચી કેરીની આશરે ૨૦૦ બોક્સની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં નવા માલની હરાજીનો આરંભ કરાતા ૧૦ ક્લિના બોક્સની રૂ.૧૯૦૦-૩૦૦૦ના ભાવમાં ગુણવત્તા પ્રમાણે હરાજી કરવામાં આવી હતી.

ગોંડલમાં સામાન્ય રીતે માર્ચ મહિનામાં પ્રથમ હરાજીનો આરંભ થઈ જતો હોય છે. ચાલુ વર્ષે એક સપ્તાહ મોડી આવક થઈ છે. તાલાલા પંથકમાં એપ્રિલ અંત કે મે મહિનાના આરંભે હરાજીની શરૂઆત કરવામાં આવશે. ચાલુ વર્ષે કેસર કેરીના ઉત્પાદનના પ્રાથમિક અંદાજો બહુ સારા નથી.

તાલાલા માર્કેટ યાર્ડના સેક્રેટરી રમેશભાઈ ડાંડ કહે છેકે, વાતાવરણની અસર કેસર કેરીના પાક પર પડી છે. ચાલુ વર્ષે તાલાલા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન ૬૦ ટકા ઓછું આવવાની સંભાવના છે. વાતાવરણમાં સતત ડિસ્ટર્બન્સ આવવાને લીધે આંબે મોર બેસવામાં સમસ્યા નડી હતી. આંબા પર માવઠાંનો માર લાગતા આવરણ ફૂટ્યું હતુ તે ખરી ગયું અને પાછોતરા મોર ફૂટ્યા તેનુ પ્રમાણ ઓછું છે એટલે પાક ઘટશે.

તેમણે ઉમેર્યું કે, પાછલું વર્ષ ઉત્પાદન અને સસ્તા ભાવને લીધે એતિહાસિક હતુ. જોકે આ વર્ષે ઉત્પાદન પુનઃ સરેરાશ કરતા ઓછું રહે તેમ લાગે છે. તાલાલા પંથકમાં ખાખડીની આવક શરૂ થઈ ગઈ છે. ખાખડીનો ભાવ પ્રતિ કિલો રૂ.૧૫૦ આસપાસ ચાલે છે. તેમના કહેવા પ્રમાણે ખાખડીની આવક ખૂબ ઓછી છે એટલે ભાવ ઉંચા છે અન્યથા તેનો વેપાર ક્લોએ રૂ. ૧૦-૧૫માં થતો હોય છે.

તાલાલામાં કેસર કેરીના પેક હાઉસ છે અને પ્રોસેસીંગ માટે પલ્પના પ્લાન્ટ પણ છે. નિકાસ માટે અત્યારે પૂછપરછ વધી ગઈ છે. જોકે માલ કેટલો અને ક્યારે મળશે તેની અનિશ્ચિતતા વચ્ચે કોઈ સોદા પાડવાના મૂડમાં નથી. ૫૯૫ બનાવીને સ્ટોર કરનારા એકમોના સ્ટોક પણ પૂરાં થઈ ગયા હોવાની માહિતી મળે છે.

કેરીની પાછલા વર્ષે વિકમી આવક થઇ હતી ગોંડલ યાર્ડમાં પાછલા વર્ષે ૧૫.૮૦ લાખ બોક્સની આવક લોકલ તથા પરપ્રાંતમાંથી થઈ હતી. બીજી તરફ તાલાલા માર્કેટ યાર્ડમાં વર્ષો બાદ ૧૧ લાખ બોક્સ કરતા વધારે આવક નોંધવામાં આવી હતી. કેસર કેરીના ભાવ પાછલા વર્ષમાં ખાસ્સા નીચાં હતા એટલે ખાનાર વર્ગે મોજથી ખાઈને સ્ટોર પણ કરી લીધો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment