ઘઉંમાં ઉતારા ઓછા આવવાના કારણે ઘઉંના ભાવ સ્થિર રેહવાની સંભાવના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નવી સિઝનના પ્રારંભે હવે અજારો ઘટતી અટકીને સ્થિર થઈ રહી છે. હોળી-રંગપંચમી બાદ છિસાબી નવા વર્ષથી ઘઉંનો વેપાર વ્યવસ્થિત ગોઠવાતો જશે તેવું હાલ જણાઈ રહ્યું છે. જોકે આ વર્ષે ઉતરતી ગુણવત્તા અને ઓછા ઉતારાને કારણે ખેડૂતો, વેપારીઓ, ફ્લોરમિલરો, સ્ટોક્સ્ટો, દુકાનદારોએ, બારે માસ ઘઉં ભરનારા અને સરકાર સૌ ચિંતિત છે.

અહેવાલો અનુસાર અત્યાર સુધી જે રાજ્યોમાં નવી આવકો થઈ છે તે ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નવા ઘઉંના ઉતારા અડધા આવ્યા છે. એક વિધામાં ૧૬ થી ૧૮ મણ જેટલા ઉતારા આવનારા અહેવાલ છે.

ઘઉંના વાવેતરની પેટર્ન અને સમય બદલવાની હવે જરૂર છે. દર વર્ષે હવામાન વિજ્ઞાની એની સલાહ મુજબ અને હવામાનના વરતારા મુજબ સરકાર પોતે ધ્યાન આપે અને વાવેતરનો સમય નક્કી કરે તે જરૂરી છે. જંતુનાશકોની ઉતરતી ગુણવત્તાની પણ અસર થઈ શકે છે. ગુજરાતમાં કેટલાંક ઠેકાણે આ અંગેની ફરિયાદ આવી હોવાના પણ સમાચાર છે.

ભારતમાં ઘઉંની અવાક

ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેરા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ રાજસ્થાન, દિલ્હી વગેરે રાજ્યોમાં હજી પાક ઊભો છે જયે મધ્યપ્રદેશના દેવાસ, ઉજ્જૈન, ઈન્દોર, ધાર, સ્તલામ, ખરગોન, ખંડવા, શિહોર, અષ્ણ, રાજગઢ, બદનાવર, બડનગર, વિદિશા, ગંજબાસોદા, મંદસોર, નિમચ જેવી મોટી મડીઓમાં ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ ગૂણીની આવક થઈ રહી છે. જે ઝડપથી ઘઉં આવી રહ્યા છે તે જોતાં એપ્રિલમાં જ ખેડૂતોનાં ઘરમાંથી ઘઉં નીકળી જશે.

સૌરાષ્ટ્રમાં ઘઉંના અવાક

સૌરાષ્ટ્ર – ગોંડલમાં રેકોર્ડ બ્રેક ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦ ગૂણી, રાજકોટ ર૦,૦૦૦ ગુણી તેમ જ નાની મંડીઓમાં ૫૦૦૦ થી ૧૦,૦૦૦ ગુણીની આવકો છે. સૌરાષ્ટ્રમાં ખેતરોમાં જ બેઠા વેપાર છે. ઉતારાની સ્થિતિ અને આવકોનું દબાણ જોતાં આ વર્ષે ઘઉંની સિઝન ઝડપથી પૂરી થશે એવું હાલ જણાય છે.

દરમિયાન હરિયાણા સરકારે આ વર્ષે ખેડૂતોને નવી જાતના ઘઉના વાવેતરના પ્રયોગમાં ઘણું પ્રોત્સાહન આપ્યું છે. દરેક રાજ્ય સરકારે આમ કરવું જરૂરી છે. આ વર્ષે હરિયાણામાં થઉની નવી વેરાયટી જોવા મળશે. મધ્યપ્રદેરામાં નિર્ધારિત રપ માર્ચથી સરકારી ખરીદી કેન્દ્રો ખુલ્યા છે પણ ખેડૂતોનો ઉત્સાહ ઓછો છે.

ખુલ્લી બજારમાં અને મંડીઓમાં ભાવ સરકારી ભાવથી ઊંચા છે. અગાઉ જવ્યાપારઢમાંથી અહીંથી લખ્યું હતું કે રૂ.ર૪૦૦ના ભાવ આકર્ષક નથી જે ખરું સાબિત થઈ રહ્યું છે. ગત નવેમ્બરમાં રૂ. ૨૭૦૦ના ભાવનું સૂચન કર્યું હતું. કમોસમી વરસાદના ભયથી ખેડૂતો જલદી મંડીઓમાં ઘઉં ઠાલવી રહ્યા છે.

હવે માર્ચ એન્ડિંગમાં ઘણી રજાઓ હોવાથી ઘરાકી વધી છે. એપ્રિલમાં પૂરજોરા ઘરાછી નીકળવાની અપેક્ષા છે.આ સપ્તાહમાં મિલબર ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૨૦૦ થી ર૭૫૦ હતા.

સૌરાષ્ટ્રમાં ઘઉંના ભાવ

સૌરાષ્ટ્ર લોક્વન નવાના રા. ૩૪૦૦ થી ૩૫૦૦, સૌરાષ્ટ્ર ટુકડી નવા નીચામાં રૂ. ૩ર૦૦ થી ૩૩૦૦, નવા ૪૯૬ જાતના રૂ. ૩૫૦૦ થી ૩૭૦૦, નવા એમપી લોકવન હંબસરત્તા રા. ૩૪૦૦ થી ૩૫૦૦, સુપર નવાના રૂ. ૪૦૦૦ થી ૪૨૦૦, નવા એમપી અન્નપૂર્ણા લોક્વનના રૂ. ૩૭૦૦થી ૩૮૦૦, એમપી ટુકડી નવાના નીચામાં રૂ. ૩૧૦૦ ઉપરમાં રૂ.૪૦૦૦ થી ૪૨૦૦ના મથાળે રહ્યા હતા.

સૌરાષ્ટ્ર ટુકડી જૂના સુપરના રૂ.૪૧૦૦ થી ૪૨૦૦, લક્ઝરીના રૂ.૪૫૦૦ થી ૫૦૦૦, જૂના એમપી લોક્વન નીચામાં રૂ. ર૭૫૦, મિડિયમના રૂ. ૩૪૦૦ થી ૩૪૫૦, બેસ્ટના રૂ. ૩૬૦૦ થી ૩૮૦૦, જૂના એમપી ટુકડી નીચામાં રૂ. ૨૭૫૦, મિડિયમ રૂ. ૩૪૦૦ થી ૩૪૫૦ અને બેસ્ટના રૂ. ૩૬૦૦ થી ૩૮૦૦, જૂના એમપી માલવરાજ રૂ. ર૭૫૦ અને જૂના શરબતી રૂ૫. ૪૦૦૦ થી ૪૫૦૦ના મથાળે રહ્યા હતા.

ઘઉંની વૈશ્વિક બજાર

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એસ્ચિકલ્ચર (USDA – યુએસડીએ)એ વર્ષ ર૦ર૩-ર૪ માટે તેના માર્ચના અહેવાલમાં કહ્યું છે કે ઘઉંનું ઉત્પાદન અને વેપાર વધશે, પરંતુ તે હજુ પણ ગયા વર્ષના રેકોર્ડ સ્તર કરતાં ઓછો રહેશે.

આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને રશિયામાં ઘઉંનું ઉત્પાદન વધવાની ઘારણા છે. જ્યારે, યુરોપિયન યુનિયન, ઈન્ડોનેશિયા અને ક્ઝાકિસ્તાનમાંથી ઘઉંની આયાત વધવાની ધારણા છે જે ચીન, કેન્યા અને સાઉદી અરેબિયામાંથી ઘટતી આયાતને વળતર આપશે.

યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાંથી ઘઉંની નિકાસ વધશે. વેશ્વિક ઘઉંના સ્ટોકમાં ઘટાડો થશે, જે ૨૦૧૫-૧૬ પછી સૌથી નીચો હશે. યુએસડીએએ વર્ષ ર૦ર૩-ર૪ સીઝન માટે ઘઉંની સરેરાશ કિંમત ઘટાડીને ૭.૧૫ ડોલર પ્રતિ બુશેલ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં થઉંનું વેશ્વિક ઉત્પાદન ૭૮.૬૭ કરોડ ટન થવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં આ અંદાજ ૭૮.૫૭ કરોડ ટન હુંતો. આ ઉત્પાદન વર્ષ ર૦રર-૨ર૩માં ૭૮.૯૧ કરોડ ટન અને વર્ષ ર૦ર૧-૨રમાં ૪૮ કરોડ ટન હતું.

ભારતમાં ઘઉંનું ઉત્પાદન

ભારતમાં વર્ષ ર૦ર૩-ર૪માં ૧૧.૦૫ કરોડ ટન રહેવાનો અંદાજ છે, જ્યારે વર્ષ ર૦રર-ર૩ માટે તે ૧૦.૪૦ કરોડ ટન છે. વર્ષ ર૦ર૩-ર૪માં રશિયામાં ૯.૧૫ કરોડ ટન, કઝાક્સ્તાનમાં ૧.ર૧ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. અમેરિકામાં ઘઉંનું ઉત્પાદન ૪.૯૩ કરોડ ટન, ચીનમાં ૧૩.૬૫ કરોડ ટન અને યુરોપિયન યુનિયનમાં ૧૩.૩૬ કરોડ ટન થવાનો અંદાજ છે. જ્યારે રશિયામાં વર્ષ ૨૦૨૨-૨૩માં તે ૯.૨૦ કરોડ ટન, કઝાકિસ્તાનમાં તે ૧.૬૪ કરોડ ટન હતું. અમેરિકામાં ૪.૪૮ કરોડ ટન, ચીનમાં ૧૩.૭૭ કરોડ ટન, યુરોપિયન યુનિયનમાં ૧૩.૪૧ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ર૦રર-૨૩માં આર્જેન્ટિનામાંથી ૪૬.૮૧ લાખ ટન, ઓસ્ટ્રેલિયામાંથી ૩.૨૩ કરોડ ટન, બ્રાઝિલમાંથી ર૬.૮૯ લાખ ટન, કેનેડામાંથી ર.૫૩ કરોડ ટન, યુરોપિયન યુનિયનમાંથી ૩.૫૦ કરોડ ટન, રશિયામાંથી ૪.૭૫ કરોડ ટન, યુક્રેનથી ૧.૭૧ કરોડ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ર૦ર૩-૨૪માં આર્જેન્ટિનામાંથી ૧ કરોડ ટન, ઓસ્ટ્રેલિયામાંથી ૨.૩૫ કરોડ ટન, બ્રાઝિલમાંથી ર ર લાખ ટન, કેનેડામાંથી ર.૪૦ કરોડ ટન, યુરોપિયન યુનિયનમાંથી ૩.૬૫ ક્રોડ ટન, રશિયાથી ૫.૧૦ કરોડ ટન, યુક્રેનની ૧.૬૦ કરોડ ટન ઘઉંની નિકાસની શક્યતા છે.

વર્ષ ર૦રર-ર૩માં ઘઉંનો કુલ વૈશ્વિક વપરાશ ૭૯.૦૮ કરોડ ટન હતો જે વર્ષ ર૦ર૩-ર૪માં ૭૯.૮૯ કરોડ ટન થવાનો અંદાજ છે. વર્ષ ર૦રર-ર૩માં ઘઉંનો વૈશ્વિક બંધ સ્ટોક ૨૭.૧૧ કરોડ ટન હતો, જે વર્ષ ર૦ર૩-ર૪માં ર૫.૮૮ કરોડ ટન થવાની સંભાવના છે. ભારતમાં ઘઉંનો ક્લોઝિંગ સ્ટોક વર્ષ ર૦રર-૨૩માં ૯૫ લાખ ટન હતો જે વર્ષ ર૦ર૩-૨૪માં ૯૦ લાખ ટન થવાની સંભાવના છે.

હરિયાણામાં સરકારી દ્વારા ઘઉંની ખરીદી

આ વખતે પણ ઘઉં અને ચોખાની ખુલ્લા બજારમાં વેચાણની નીતિ ચાલુ રખાશે. કેન્દ્ર સરકાર આગામી નાણાક્યિ વર્ષમાં પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફ.સી.આઈ) મારફતે ખુલ્લા બજારમાં ઘઉં તથા ચોખાનું વેચાણ ચાલુ રાખવાની તૈયારી કરી રહી છે. સાથે જ વિવિધ રાજ્યોમાં નવી સિઝનના ઘઉંની ખરીઇી પણ શરૂ કરવાની તેયારી કરી રહી છે. હરિયાણામાં આગામી પહેલી એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ થશે. અગાઉના અનુભવોના આધારે હરિયાણામાં અન્ય રાજ્યોના ખેડૂતો આવીને ઘઉં વેચી ન જાય તે માટે તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે.

હરિયાણામાં વહીવટી તંત્રએ આગામી પહેલી એપ્રિલથી ઘઉની ખરીદી શરૂ કરવા માટે રાજ્યભરમાં કુલ ૪૧૭ ખરીદ કેન્દ્રો ખોલવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધીનો ઇતિહાસ બોલે છે કે હરિયાણામાં જ્યારે ઘઉંની સરકારી ખરીદી શરૂ થતી હતી ત્યારે અન્ય રાજ્યોના ખેડૂતો પાસેથી ઘઉં લઈને હરિયાણાના વેપારીઓ સરકારને વેચી દેતા હતા. ક્યારેક તો હરિયાણામાં જેટલો ઘઉનો પાક થતો હતો તેના કરતાં વધારેની ખરીદી થઇ જતી હતી. પરંતુ આ વખતે વેપારીઓ અન્ય રાજ્યોમાંથી ઘઉં લાવીને હરિયાણામાં વેચી શક્શે નહીં.

આ માટે હરિયાણાના અત્ર, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગે શુક્વારે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે તમામ સરહદી જિલ્લાઓમાં ર૪ ક્લાક ચેકપોઈન્ટ સ્થાપિત કરવા વિનંતી કરી છે. સાથે જ વહીવટીતંત્રએ રાજ્યના તમામ ડેપ્યૂટી કમિશનરો (ડીસી)ને અનાજના પુરવઠા, તેની ખરીદી અને ઉપાડને સુનિશ્ચિત કરવા માટે ખરીદીની કામગીરી પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment