જૂનાગઢ તાલાલા-ગીર યાર્ડમાં કેસર કેરીની અવાકમાં વધારો થતા કેસર કેરીના ભાવમાં ધટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ઉનાળુ કેરીની મોસમ આગળ ધપી રહી છે ત્યારે હવામાનના કારણે ઉભી થવાની આગાહીઓ આવવાથી આંબાની ખેતી ધરાવતાં ખેડૂતો ચિંતિત બનતા હોય છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ સામાન્ય રીતે વધારે પવન સાથે કરા પડવાની પીડા પણ લાવતો હોય છે. આવા સંજોગો વખતે ઇજારેદારો કેરીનો પાક વેડીને ઝડપથી બજારમાં મુકવાથી આવકો અપ થઇ છે.

જૂનાગઢ ગીર સોમનાથનાં તાલાલા મેંગો યાર્ડમાં ૧લી મે મહિનાથી કેસર કેરીનો કારોબાર શરૂ થઇ ગયાને આજે ૧૩મો દિવસ છે. ગત સોમવાર તા.૬ મેનાં દિવસે તાલાલા યાર્ડમાં ૮૧૨૦ બોક્સ (પ્રતિ બોક્સ ૧૦ કિલો) ની આવક સામે પ્રતિ બોક્સ ઊંચામાં રૂ.૧૪૦૦, નીચામાં રૂ.૬૦૦ અને સરેરાશ રૂ.૧૦૨૫ ભાવ થયો હતો.

ગુજરાતમાં કમોસમી વરસાદનાં સંજોગો વખતે ઈજારદારો કેરીનો પાક ઝડપથી બજારમાં મુકવાથી આવકમાં વધારો જોવા મળી રહ્યો છે…

હાલ સપ્તાહ પછી ૧૩, મે સોમવારે ૧૦૮૨૦ બોક્સની આવક સામે ઉચામાં રૂ.૧૧૨૫, નીચામાં રૂ.૪૦૦ અને સરેરાશ રૂ.૭૪૭૫ ભાવે વેપારો થયા હતા. આમ કેસર કરીની આવકો વધવા લાગી છે, તો બીજી તરફ બજારમાં ઘસારો શરૂ થયો છે.

ગીર તાલાલા યાર્ડનાં કહેવા મુજબ નજીકનાં લોકલ ગામડાઓમાંથી કેરીની વધું આવકો શરૂ થઇ છે, તો સામે રાજ્યનાં અન્ય શહેરી સેન્ટરોમાંથી ફટનાં વેપારીઓ કેસર કેરીની જથ્થાબંધ ખરીદ કરવા માટે તાલાલા મેંગો યાડમાં આવી રહ્યાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close