ગુજરાતમાં ડુંગળીના વેપારમાં ઘટાડો આવતા ડુંગળીના ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીના ભાવ,આજે ડુંગળીના ઊંચા ભાવ અંકલેશ્વર માર્કેયાર્ડમાં જોવા મળ્યા હતા, અને ડુંગળીના ભાવની વાત કરીએ તો ઊંચામાં રૂ.૫૦૦ થી નીચાં રૂ.૨૦૦ રહ્યા હતા.

ખેડૂતો નીચા ભાવને કારણે ડુંગળીમાં વેચવાલી બહુ ઓછી કરી રહ્યાં છે. ખાસ કરીને ઉનાળુ મેળા ક્વોલિટીની ડુંગળીની આવકો ઓછી છ અને ખેડૂતો સીધા મેળામાં જ સ્ટોક કરી રહ્યા છે. જો સારા ભાવ મળશે તો જ ખેડૂતોની વેચવાલી આવે તેવી સંભાવના છે, એ સિવાય ખાસ કોઈ મોટી વેચવાલી હાલ દેખાતી નથી.

ગુજરાતમાં ખેડૂતો દ્વારા સંગ્રહ કરેલ મેળાના માલની ડુંગળીની આવકો એકદમ ઓછો થવા લાગતા ભાવમાં બે તરફી અથડાતા ભાવ…

ગુજરાતના મહેસાણા શાકભાજી યાર્ડમાં ડુંગળીના ભાવ નીચામાં રૂ.૮૦ થી ઊંચામાં રૂ.૩૮૦ ના વેપાર રહ્યા હતા.

સરકારે નિકાસ છૂટ આપી છે, પરંત શરતો એવી મુકી હોવાથી નિકાસ વેપારો થાય તેવા સંજોગો નથી. જો વૈશ્ચિક ભાવ બહુ ઉચકાય તો જ નિકાસ થાય તેવા સંજોગો છે, જેને કારણે નિકાસ છૂટ માત્ર દેખાવ પૂરતી જ રહી ગઈ છે, પરિણામે ભાવ ઉપર કોઈ જ અસર થઈ નથી. એવરેજ ભાવ મજબૂત સપાટી પર ટકી રહ્યા છે.

યાર્ડના ડુંગળીનાં વેપારીઓ કહે છેકે નીચા ભાવને કારણે અત્યારે સ્ટોક ઓછો છે, પંરતુ જૂન-જુલાઈમાં ડુંગળીનાં ભાવમા મણે રૂ.૫૦ થી ૧૦૦ની તેજી થાય તેવા સંજોગો દેખાય રહ્યાં છે. આ વષે સ્ટોક વધારે હોવાથી આવકો ઓછી જ રહે તેવી ધારણાં છે.

મહુવામાં લાલ ડુંગળીની ૧૨૦૦૦ કિલોની આવક સામે ભાવ રૂ.૧૧૬ થી ૩૫૧ હતા. સફેદ ડુંગળીના ૫૭૬૦ કિલોના વેપાર સામે ભાવ નીચામાં રૂ.૨૦૦ થી ઊંચામાં રૂ.૨૮૮ હતા. અને લાલ ડુંગલીના ૬૮૬૦ કિલોની હરરાજી માં ઊંચામાં રૂ.૩૪૩ અને નીચામાં રૂ.૧૪૧ ના ભાવ રહ્યા હતા.

ગોંડલમાં લાલ ડુંગળીની ૧૧ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૦ થી ૩૦૧ હતા, જ્યાર સફેદની ૧૮૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૬૪૦ થી ૨૪૮ હતા.

રાજકોટમાં લીલી ડુંગળીમાં ૨૩૨ પ્રતિ ૨૦કિલોના વેપાર સામે ડુંગળીના નીચામાં ભાવ રૂ.૩૫૦ થી ઊંચામાં રૂ.૭૨૦ ના ભાવ રહ્યા હતા. સૂકી ડુંગળીના ઊંચામાં રૂ. ૩૨૧ અને નીચામાં રૂ.૧૩૦ ના ભાસી રહ્યા હતા.

ડુંગળીના બજાર ભાવ

યાર્ડનું નામનીચો ભાવઉંચો ભાવ
અમરેલી100300
જેતપુર71316
રાજકોટ130321
વિસાવદર90200
મોરબી100300
ભાવનગર141292
મહેસાણા80380
અંકલેશ્વર200500
નોંધ. ઉપર જણાવેલ ભાવ જે તે દિવસને ધ્યાનમાં રાખીને મુકવામાં આવેલ છે.*
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close