Gujarat rain news: વાતાવરણમાં અસ્થિર બનશે અને વરસાદની શકયતા અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં અસહ્ય તાપ, ગરમી, બફારા વચ્ચે આજથી ત્રણેક દિવસ વાતાવરણ અસ્થિર બનશે. છુટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા-વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ફરી ગરમીમાં હાલ પ્રર્વતતા તાપમાનમાં બેએક ડીગ્રીનો વધારો જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે તા.­૧ર મેના મહતમ તાપમાન નોર્મલથી એક ડીગ્રી વધઘટ જોવા મળેલ. હાલ મહતમ નોર્મલ તાપમાન ૪ ૧ થી ૪૨ ડીગ્રી ગણાય. ગઇકાલે અમદાવાદ ૪૧.૭ (નોર્મલ), રાજકોટ ૪૧.૭ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), ભુજ ૩૮.૩ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ) સુરેન્દ્રનગર (નોર્મલ) તાપમાન નોંધાયેલ છે.

વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૧૩ થી ર૦ મે સુધીની આગાહી : તા.૧૩ થી ૧પ છુટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા-વરસાદની શકયતાઃ તા.૧૬, ૧૭ અને ર૦ ના હાલ પ્રવર્તતા તાપમાનમાં બેએક ડીગ્રી વધશે…

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારીખ ૧૩ થી ૨૦ મે સુધીની આગાહી કરતા જણાવેલ કે, પવનો મુખ્યત્વે પશ્ચિમના રહેવાની શકયતા છે. ૧પ મે સુધી પવનની સ્પીડ ૧૫ થી ૨૦ કિમિ/કલાકની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકાના પવનો ૨૦ થી ૨૫ કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ડીગ્રી ગણાય. તારીખ ૧૩ થી ૧૫માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ ૧૬-૧૭ તેમજ ૨૦ના ગરમીનું પ્રમાણ વધુ રહેશે. જે બેએક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૪૩ ડીગ્રી પાર કરવાની શક્યતા છે.

અમુક સેન્ટરોમાં પારો ૪૩ ડીગ્રીને પણ વટાવી જાયઃ પવનનું જોર રહેશે, આજથી બુધવાર સુધી વાતાવરણમાં અસ્થિરતા, ગુરૂ-શુક્ર-સોમ ગરમીનું જોર…

તા. ૧૩ થી ૧૫ (સોમથી બુધ) દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં અસ્થિરતા વધશે. જેથી છુટા છવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા/વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment