ઘઉંના ભાવમાં ઘટાડો: ગરમી શરૂ થત્તા જ નવા ઘઉંની આવકોમાં વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગરમી શરૂ થવાની સાથે જ નવા ઘઉંની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની બજારમાં હાલ ઘરાકી પાંખી હોવાથી ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે તબક્કાવાર વધતી જાય તેવી ધારણાં છે.

ગુજરાતમાં તાલુકા-જીલ્લા પંચાયતની આગામી રવિવારે ચૂંટણી હોવાથી આવકોમાં મોટો વધારો ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થાય તેવી ધારણાં વેપારીઓ વ્યક્તક રી રહ્યા છે, તેમ છત્તા ગત સપ્તાહની તુલનાએ ચાલુ સપ્તાહે આવકો બમણી થઈ ગઈ છે અને હજી તેમાં ક્રમશઃ વધારો જોવા મળશે.

ઘઉંનાં ભાવ ટકેલા રહ્યા હતાં. કંપનીઓની ખરીદી પ્રમાણમાં ધીમી છે. અમુક કંપનીઓ સિવાય કોઈનાં વેપારો ખાસ થત્તા નથી. આવકો વધ્યાં બાદ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સૌની નજર મંડાયેલી છે.

ગોંડલમાં નવા ઘઉંની આવક ૪ હજાર ગુણી ઉપર, ઉત્તર ગજરાતમાં પણ આવક વધી…

ગાંધીધામ ઘઉંનાં ભાવ ડિલીવરીમાં આજે આઈટીસીનાં ૩ ટકા વટાવમાં જૂનાનાં રૂ.૧૯૬૫, નવાનાં રૂ.૧૯૭૫ આઈટીસીનાં જૂનાગઢ લોકવન રૂ.૧૯૩૦, ટૂકડા રૂ.૧૯૧૦, મિલ ક્વોલિટી રૂ.૧૯૦૦નાં ભાવ હતાં. બિશ્નોઈ રૂ.૧૮૫૦ અને અન્ય કંપનીનાં ભાવ રૂ.૧૮૬૦થી ૧૮૬૫નાં ભાવ હતાં. અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૧૮૭૦૦નાં હતાં.

મધ્યપ્રદેશમાં રતલામમાં નવા ઘઉંની ૧૫ હજાર ગુણીની આવક હતી અને મધ્યપ્રદેશ ઘઉંનાં ભાવ લોકવન રૂ.૧૮૦૦થી ૧૮૫૦, એવરેજ બેસ્ટ રૂ.૧૯૦૦ અને સારા માલમાં રૂ.૨૨૦૦નાં ભાવ હતાં.

નવા ઘઉંની કેશોદમાં આજે ૫૫૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૫૦ થી ૩૭૦નાં હતાં. સારી ક્વોલિટીમાં રૂ.૩૮૨ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં નવા ઘઉંની ૧૫૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંનાં ભાવ લોકવનમાં રૂ.૩૫૦ થી ૩૬૫, ટૂકડામાં રૂ.૩૩૦ થી ૩૫૦નાં ભાવ હતાં. સારી ક્વોલિટીમાં રૂ.૪૫૪ સુધીનાં ભાવ હતાં. જૂના ઘઉંની ૮૦૦ બોરીની આવક હતી.

ગોંડલમાં નવા ઘઉંની ૭૫૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંનાં ભાવ લોકવનમાં રૂ.૩૪પ થી ૩૫૦, સારામાં રૂ.૪૦૦ સુધીનાં ભાવ હતા, ટૂકડામાં રૂ.૩૫૦થી ૩૮૦, સારામાં રૂ.૩૭૦થી ૪૬૦ સુધીનાં ભાવ હતાં.

જૂનાગઢમાં ૩૫૦૦ કટ્ટાની આવક હતી અને જૂનાગઢ ઘઉંનાં ભાવ લોકવન રૂ.૩૨૦થી ૩૮૦ અને ટૂકડાંમાં રૂ.૩૪૬ થી ૩૮૭નાં હતાં. કોડીનારમાં ૬૦૦૦ ગુણીની આવક અને ભાવ હવાવાળા માલનાં રૂ.૩૩૮ થી ૩૪૦ લોકવનમાં રૂ.૩પ૦ થી ૩૬૦ અને ટૂકડામાં રૂ.૩૪૦ થી ૩૮૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉંની ૧૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૫થી ૩૫૫, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૭૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૯રનાં ભાવ હતાં.

મોડાસામાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૪૦૦નાં ભાવ હતાં. ઈડરમાં ર૫૦ બોરી હતી અને ભાવ રૂ.૩૫૦થી ૪રપનાં હતાં.

વિદેશ ઘઉંના માર્કેટ બજાર ભાવ:

બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૧.૫ સેન્ટ વધીને ૬.૫૨ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો. ઘઉંનાં ભાવમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ સુધારો હતો, જે આજે પણ આગળ વધ્યો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment