દેશમાં ઘઉંની આવકો વધતા ભાવમાં ધટાડો, ઘરાકીમાં પણ ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉમાં આવકો વધી રહી હોવાથી અને સામે લેવાલી ઠંડી હોવાથી ઘઉનાં ભાવ માં શનિવારે મણે રૂ.૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે વધતી જાય તેવી ધારણાં છે. વેપારીઓનાં કહેવા પ્રમાણે ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી હાલની તુલનાએ બમણી આવવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે.

આવકો વધવાની સાથે નિકાસકારોની લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર છે. હજી ખાનાર વર્ગની કે મિલોની લેવાલી ખાસ છે નહીં. ખાનાર ક્વોલિટીનાં ઘઉં હજી બહુ આવતા નથી અને તેમાં ભાવ બહુ જ ઊંચા છે.

મધ્યપ્રદેશમાં તમામ સેન્ટરમાં મળીને ૪૦થી ૫૦ જાર ગુણીની આવક થાય છે. શનિવારે ઉજ્જૈનમાં ઘઉનાં ભાવ રૂ.૧૬૦૦થી ૨૦૦૦ વચ્ચે અને રતલામમાં લોકવન રૂ.૧૮૦૦થી ૧૮૨૫, એવરેજ બેસ્ટ રૂ.૧૮૭૫થી ૨૨૦૦ અને મિલ ક્વોલિટીનાં રૂ.૧૭૨પનાં ભાવ હતાં.

ચાલુ સપ્તાહથી ગુજરાતમાં ઘઉંની આવકો બમણી થાય તેવી ધારણાં…

ગાંધીધામ ઘઉનાં ભાવ ડિલીવરીમાં આજે આઈટીસીનાં ૩ ટકા વટાવમાં જૂનાનાં રૂ.૧૯૬૫, નવાનાં રૂ.૧૯૭૫ આઈટીસીનાં જુનાગઢ લોકવન રૂ.૧૯૩૦, ટૂકડા રૂ.૧૯૧૦, મિલ ક્વોલિટી રૂ-૧૯૦૦નાં ભાવ હતાં. બિશ્નોઈ રૂ.૧૮૬૦ અને અન્ય કંપનીનાં ભાવ રૂ.૧૮૩૫ થી ૧૮૫૦નાં ભાવ હતાં. અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૧૮૮૦નાં હતાં. બરોડા સુરત માટે મિલ ક્વોલિટીનાં રૂ.૧૯૭૦નાં ભાવ સપ્તાહમાં ડિલીવરીની શરતે બોલાતાં હતાં.

નવા ઘઉંની કેશોદમાં આજે ૫૦૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉનાં ભાવ રૂ.૩પ૦ થી ૩૭૦નાં હતાં. સારી ક્વોલિટીમાં રૂ.૩૮૮ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં નવા ઘઉંની ૪૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉનાં ભાવ લોકવનમાં રૂ.૩૫૦્થી ૩૬૫, ટૂકડામાં રૂ.૩૪૦થી ૩૭૦નાં ભાવ હતાં. જુના ઘઉંની ૭૦૦ બોરીની આવક હતી.

ગોંડલમાં નવા ઘઉંની ૪૦૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉનાં ભાવ લોકવનમાં રૂ.૩૫૦થી ૩૮૦ હતા, ટૂકડામાં રૂ.૩૫૦થી ૩૮૦નાં ભાવ હતાં. બેસ્ટ માલો અમુક વકલમાં રૂ.૪૨પથી ૪૭૦નાં હતાં.

જુનાગઢમાં ૩૦૦૦ કટ્ટાની આવક હતી અને જુનાગઢ ઘઉનાં ભાવ લોકવન રૂ.૩૨૦થી ૩૮૦ અને ટૂડડાંમાં રૂ.૩૪૬થી ૩૮૭નાં હતાં. કોડીનારમાં ૩૦૦૦ ગુણીની આવક અને ભાવ હવાવાળા માલનાં રૂ.૩૩૦થી ૩૩૫ લોકવનમાં રૂ.૩૫૦થી ૩૫૫ અને ટૂકડામાં રૂ.૩૪૦થી ૩૭૫નાં ભાવ હતાં. એક નંબરમાં રૂ.૩૭૫થી ૪૦૦નાં ભાવ હતાં. હવાવાળા માલમાં રૂ.૨૮૦થી ૩રપનાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉંની ૭૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૫થી ૩૫૫, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૭૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી૪૨૧ ભાવ હતાં.

મોડાસામાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉનાં ભાવ રૂ.૩૪૫થી ૪૦૦નાં ભાવ હતાં. ઈડરમાં ૨૫૦ બોરી હતી અને ભાવ રૂ.૩પ૦થી ૪રપનાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment