આનંદ કૃષિ યુનિવર્સીટી સલાહ: જીરૂનો ભાવ માર્ચ-એપ્રિલમાં વધુ રહેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરુનુ ઉત્પાદન મુખ્યત્વે ભારતની સાથે સીરિયા, ઈરાન, તુકિ, ચાઈના તેમજ લેટીન અમેરીકામા થાય છે. આ બધા દેશોમા ભારત જીરુનો સૌથી મોટો ઊત્પાદક અને વપરાશકતો દેશ છે અને જીરુંના કુલ ઉત્પાદનના 9૦% જેટલું ઉત્પાદન કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જીરૂ માટે ભારત આગવું સ્થાન ધરાવે છે. કારણ કે ભારતમાં જીરૂનું ઉત્પાદન માચૅં-એપ્રિલ માં આવે છે જયારે સમગ્ર વિશ્વમાં તે જૂન-જુલાઈ મહિનામાં આવે છે.

વષૅ ૨૦૧૯-૨૦ દરમ્યાન ભારતમાં જીરાનું કુલ વાવેતર ૮.૪૨ લાખ હેક્ટરમાં થયેલ અને અંદાજીત ૫.૪૭ લાખ ટન ઉત્પાદન મળેલ જે વષૅ ૨૦૧૮-૧૯ માં ૬.૯૯ લાખ ટન હતું અને વાવેતર વિસ્તાર ૧૦.૨૭ લાખ હેક્ટર રહેલ, તેની સાથે નિકાસ જે વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧.૮૦ લાખ ટન હતી જે વધીને ૨૦૧૯-૨૦માં ૨.૧૦ લાખ ટન થયેલ.

નિકાસ તેમજ સ્થાનિક માંગ વધવાને કારણે માચૅ-૨૦૧૮માં જીરૂનો ભાવ રૂ. ૨૬૯૨ પ્રતિ મણથી વધીને માચૅ-૨૦૧૯માં રૂ. ૨૮૮૨ પ્રતિ મણ અને ત્યારબાદ ઘટીને માર્ચ- ૨૦૨૦ માં રૂ. ૨૫૬૮ પ્રતિ મણ, ડીસેમ્બર-૨૦૨૦માં રૂ. ૨૩૮૬ અને જાન્યુઆરી-૨૦૨૧માં રૂ.૨૩૧૨ રહેલ, જે પાછલા વર્ષના ભાવો કરતાં ઓછા છે. આનું મુખ્ય કારણ કોરોના મહામારીના કારણે ઘરેલુ માંગ અને નિકાસ પર થયેલ વિપરીત અસર છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે સંશોધનમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસનું તારણ…

ભારતમાં ગુજરાત અને રાજસ્થાન જીરુંના ઉત્પાદનકર્તા બે મુખ્ય રાજ્યો છે, એમાંથી ગુજરાત લગભગ ૬૧ % જેટલું ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ગુજરાતમાં જીરૂનું વાવેતર વિસ્તાર અંદાજે ૪.૬૪ લાખ હેક્ટર નોંધાયેલ (બીજો આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત, ૨૦૨૦-૨૧) જે વર્ષ ૨૦૧૯-૨૦માં ૪.૮૨ લાખ હેક્ટર રહેલ (અંતિમ આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત ૨૦૧૯-૨૦). ઉત્પાદન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૭૪ લાખ ટન રહેવાની સંભાવના છે, જે વર્ષ ૨૦૧૯-૨૦માં ૩.૭૫ લાખ ટન રહેલ.

ગત વર્ષે ઓછા ભાવો મળવાના કારણે જીરુંના વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો પરંતુ અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના નથી.

જીરુનો પાછલાં વર્ષનો સ્ટોક વધારે હતો જે આ વર્ષે માર્ચ-એપ્રિલ ૨૦૨૧માં નવા જીરા સાથે બજારમાં આવાની શક્યતા છે, જેના લીધે જીરુની માંગ સામે પુરવઠો વધારે રહેશે. જેથી જીરુંના ભાવ આશા કરતાં ઓછા રહેવાની શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને સ્થાનિક બજારોની વિગતોને ધ્યાનમાં લઈને સેન્ટર ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલીજન્સ, નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટિ, આણંદ ખાતે સંશોધન હાથ ધરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્યના જીરાના મુખ્ય બજારોના એતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કરેલ જેનાં તારણ પરથી અનુમાન છે કે જીરૂનો ભાવ માર્ચ-એપ્રિલ, ૨૦૨૧ (કાપણી સમયે) રૂ.૨૨૦૦-૨૫૫૦ પ્રતિ મણ (રૂ. ૧૧૦૦૦ થી રૂ. ૧૨૭૫૦ પ્રતિ ક્વિન્ટલ) રહેવાની સંભાવના છે.

જીરુંની નિકાસમાં વધારો થવાની સંભાવનાના લીધે જીરુંના ભાવ ભવિષ્યમાં વધી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment