મગફળીમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. પિલાણ ક્વોલિટીમાં હાલ ઘરાકી સારી છે અને બીજી તરફ બિયારણવાળાની જીણી મગફળીમાં સારી માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આ તરફ મગફળીની આવકો એકદમ ઓછી થવા લાગી છે અને સરકારી ખરીદી પણ હવે ચાલુ મહિનાનાં અંત પહેલા પૂરી થઈ જશે.
બિયારણ ક્વોલિટીની જીણી મગફળીમાં ઘરાકી ખુબ સારી…
મુખ્ય મુદ્દાઓ
ગોંડલ મગફળીનાં બજાર ભાવ સમાચાર:
ગોંડલમાં મગફળીની ૨૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૪૭ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦થી ૧૧ર૨રપ, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૨પનાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
રાજકોટ મગફળીનાં બજાર ભાવ સમાચાર:
રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૧૦૨૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, જી-૨૦માં રૂ.૬૭૦થી ૧૧૦૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૯૦ અને ૯૯ નં.માં રૂ.૬૮૦થી ૧૦ર૨પનાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૮૦નાં ભાવ હતાં.
જામનગર મગફળીનાં બજાર ભાવ સમાચાર:
જામનગરમાં ૨૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૬૯૦૦ થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૮૦નાં ભાવ હતાં. પાંચ નંબરમાં ૧૫૦ બોરી આવક હતી અને તેમાં રૂ.૧૦૦૦થી ૧૨૭૫નાં ભાવ હતાં.
મહુવા મગફળીનાં બજાર ભાવ સમાચાર:
મહુવામાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૬૭૦ થી ૧૧૧૧, જી-પમાં રૂ.૬૩૮થી ૧૧૬૧ અને જી-ર૦માં રૂ.૬૯૨૧થી ૧૧૧૧નાં ભાવ હતાં.
હિંમતનગર મગફળીનાં બજાર ભાવ સમાચાર:
હીંમતનગરમાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૦૫૦થી ૧૪૦૦નાં ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ-૧૪૦૦નાં ભાવ હતાં.