દેશભરમાં કપાસની આવક ઘટતાં ભાવ સુધર્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં કપાસની આવક બુધવારે થોડી ઘટીને પ૩ થી પ૪ લાખ મણની એટલે કે ૨.૩૦ થી ૨.૩૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. કપાસના ભાવ દેશાવરના દરેક સેન્ટરમાં મજબૂત રહ્યા હતા.

એક એજન્સીના રિપોર્ટ પ્રમાણે આવક ૨.૧૭ લાખ ગાંસડી એટલે કે પર લાખ મણ અને બીજી એજન્સીના રિપોર્ટ પ્રમાણે ૨.૩૭ લાખ ગાંસડી એટલે કે પદ થી ૫૭ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી.


કપાસિયાતેલના ભાવ સતત વધી રહ્યા હોઇ અને કપાસની આવક જાન્યુઆરી બાદ મોટા પ્રમાણમાં ઘટશે તે ધારણાએ જીનર્સોની કપાસ લેવાલી દરેક રાજ્યમાં વધી રહી છે ઉપરાંત કપાસની કવોલીટી  હવે સાવ બગડી ગઈ છે.

ખાસ કરીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની આવક આશ્ચર્યજનક રીતે સાવ તળિયે પહોંચી છે. સીઝનના આરંભે આ ત્રણ રાજ્યોમાં કપાસની આવક ૧૩ થી ૧૪ લાખ મણ રોંજિદી હતી જે આજે ઘટીને સવા ચાર થી સાડા ચાર લાખ મણ જ રહી હતી.


ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક થોડી ઘટી હતી પણ દેશાવરની આવક જળવાયેલી હોઇ કુલ આવક ૧૩ થી ૧૪ લાખ મણની જળવાયેલી હતી. ગુજરાતમાં કપાસના ભાવ સવારેથી ભાવ સુધર્યા હતા અને સાંજ સુધીમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા.

સૌરાષ્ટ્ર કપાસના બજાર ભાવ સમાચાર:

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક વધીને ૧.૮૫ લાખ મણની હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૫૦ થી ૧૧૭૫ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૦૦૦ મણની આવક હતી અને ભાવ રૂ।.૯૫૦ થી ૧૧૨૫ હતા.


સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસના ભાવ સુધર્યા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર જીનર્સોને હાલ કપાસનું જીનીંગ કરવામાં પેરેટિ નથી પણ તેજી-મંદી કરીને તમામ જીનર્સો કમાઇ રહ્યા હોઇ હાલ જીનર્સોને કપાસની ખરીદી કરવાનું આકર્ષણ વધુ છે.

ગામડે બેઠા કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૧૫૫ સુધી બોલાતા હતા. છેલ્લા ત્રણ દિવસથી કપાસના ભાવ સતત વધી રહ્યા હોઇ ગામડે કપાસની પકક્ડ મજબૂત બની રહી છે જીનપહોંચ કપાસના સારી ક્વોલીટીમાં ભાવ મણે રૂ.૧૦ વધ્યા હતા.


જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૮૦ થી ૧૧૮૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૫૫ થી ૧૧૬૦, મિડિયમ ડવોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૦૫ થી ૧૧૨૦ના ભાવ બોલાયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ૩૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં જીનર્સોની કપાસ ખરીદી સતત વધી રહી હોઇ ભાવ મજબૂત રહ્યા હતા.

મહારાષ્ટ્ર કપાસના બજાર ભાવ સમાચાર:

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૦૯૦-૧૧૩૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૧૫, કર્ણાટકના કપાસના ભાવ રૂ.૧૦૮૦-૧૧૪૦ અને કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૪૦ થી ૧૧૭૫ બોલાતા હતા. કડીમાં કાઠિયાવાડના કપાસના ભાવ સુધર્યા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment