મગફળીમાં આવકો ઘટવા લાગતા ભાવમાં મજબૂતાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીમાં ગામડા મક્કમ બની રહ્યાં છે અને રાજકોટ-ગોંડલ સહિતનાં પીઠાઓમાં નવી આવકો ઓછી થવા લાગી છે. બીજી તરફ ઉનાળુ વાવેતર નજીક હોવાથી બિયારણની માંગ સારી નીકળી છે અને આગામી દિવસોમાં પણ માંગ સારી રહે તેવી ધારણાએ મગફળીનાં ભાવ મજબૂત હતા.

સીંગતેલ અને સીંગદાણા બંનેની બજાર હાલ સારી હોવાથી મગફળીને ચો તરફથી ટેકો મળી રહ્યો છે. હાલ સારી ક્વોલિટીમાં બજારો હજી વધે તેવી ધારણાં છે આજે સરેરાશ રૂ.૫થી ૧૦ વધારો હતો.


ગોંડલ મગફળીનાં બજાર ભાવ સમાચાર:

ગોંડલમાં મગફળીની ૪૫થી ૫૦ હજાર ગુણીની આવક હતી અને આજે ૨૩ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૯૭૫થી ૧૧૦૦, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૧૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.

રાજકોટ મગફળીનાં બજાર ભાવ સમાચાર:

રાજકોટમાં ૬૦ હજાર ગુણીની આવક હતી અને ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૧૦૨૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૮૫૦થી ૧૦૮૫, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૯૭૦થી ૧૧૧૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૯૦ અને ૯૯ નં.માં રૂ.૬૮૦થી ૧૦૨૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.


જામનગર મગફળીનાં બજાર ભાવ સમાચાર:

જામનગરમાં ૫૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨ર૦માં રૂ.૬૯૦૦ થી ૧૦૭૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૯૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૩૦૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૭૫નાં ભાવ હતાં. પાંચ નંબરમાં ૧૫૦ બોરી આવક હતી અને તેમાં રૂ.૧રરપનાં ભાવ હતાં.

મહુવા મગફળીનાં બજાર ભાવ સમાચાર:

મહુવામાં ૪૬૦૦ ગુણીની આવક હતી, અને મહુવા મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૧૦૨૫ થી ૧૨૬૪, જી-પમાં રૂ.૯૮૭થી ૧૨૧૧ અને જી-ર૦માં રૂ.૬૯૩૫થી ૧૧૨ર૨નાં ભાવ હતાં.

હિંમતનગર મગફળીનાં બજાર ભાવ સમાચાર:

હિંમતનગર માં ૨૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૦રપથી ૧૩૫૦નાં ભાવ હતાં.

Leave a Comment