Gujarat rains updates Weather Ashok Patel : ગુજરાતમાં માવઠા વરસાદની શકયતા, અશોકભાઇ પટેલ ની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દક્ષિણ પૂર્વ બંગળની ખાડીમાં એક સિસ્ટમ્સ બની છે જે વધુ ને વધુ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થવાની પૂરેપૂરી શકયતા છે. જેની અસર સ્વરૂપે દક્ષિણના રાજયોમાં વરસાદ પડશે.

જયારે મહારાષ્ટ્રને પણ અસર કરશે. મહારાષ્ટ્રને લાગુ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની હાલ ૫૦ ટકા શકયતા હોવાનું વધેર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યું છે.

તેઓએ સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ઠંડી વિષે જણાવેલ કે હાલમાં ૧૧ ડિસેમ્બર સુધી લધુતમ તાપમાન નોર્મલ આસપાસ એટલે કે ૧૪ થી ૧૬ ડીગ્રી આસપાસ જોવા મળશે.

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ૧૧ મી ડીસેમ્બર સુધી લઘુતમ તાપમાન ૧૪ થી ૧૬ ડીગ્રી આસપાસ જ રહેશે : હાલ કોલ્ડવેવની શકયતા નથી…


વધુમાં અશોકભાઈએ જણાવેલ કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો-પ્રેસર હતું તે ગઈકાલે રાત્રે ડીપ્રેશનમાં પરીવર્તિત થઈ ગયું છે. જે ચેન્નાઈથી ૯૦૦ કિ.મી. ચેન્નાઈથી દક્ષિણ પૂર્વે છે. આ ડીપ્રેશન ર૪ કલાકમાં મજબૂત બનશે અને વાવાઝોડામાં પરીવર્તીત થશે.

તેમજ શરૂઆતમાં આ સિસ્ટમ્સ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. એકંદરે આ સિસ્ટમ્સ નોર્થ તામિલનાડુ, પોંડીચેરી અને દક્ષિણ આંધ્ર તરફ ગતિ કરે છે. તા.૯ અને ૧૦ ડિસેમ્બરે આ સિસ્ટમ્સ જમીન ઉપર પહોંચી જશે.

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની સિસ્ટમ્સથી વાવઝોડુ બનશે, દક્ષિણના રાજ્યોમાં વરસાદ ૫ડશે, સૌરાષ્ટ્રમાં હાલ ૫૦ ટાકા સંભાવના : અશોકભાઈ પટેલ


હાલ પવનની ગતિ ૪૫ થી પપ કિ.મી.ની ઝડપ છે. ઝાટકાના પવન ૬૫ કિ.મી.ના છે. વિવિધ ફોરકાસ્ટ મોડલો મુજબ આ સિસ્ટમ્સ આવતા દિવસોમાં દક્ષિણ ભારત ઉપર આવશે. એટલે આ રાજયોમાં વરસાદની શકયતા છે. ત્યારબાદ આ સિસ્ટમ્સ અરબી સમુદ્ર તરફ સરકી જશે.

મહારાષ્ટ્રને પણ આ સિસ્ટમ્સ અસર કરશે. માવઠાની શક્યતા છે. તો મહારાષ્ટ્રને લાગુ સૌરાષ્ટ્રને પણ અસર થાય તેવી શક્યતા થઈ છે. પરંતુ તેના માટે અપડેટ બે દિવસ છી આપશે.

સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં નોર્મલ તાપમાન જનરલ ૧૪ થી ૧૬ ગણાય. વધેર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૭ થી ૧૪ ડિસેમ્બર સુધીની આગાહી કરતા જણાવેલ કે તા.૭ થી ૧૧ સુધી તાપમાન નોર્મલ આજુબાજુ રહેશે.


જયારે તા.૧૨,૧૩,૧૪ ત્રણ દિવસ તાપમાન નોર્મલથી ઉચુ જવાની શકયતા છે. હાલમાં કોલ્ડવેવની કોઈ શકયતા નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment