ઘઉં ના બજાર ભાવ : સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંનાં ભાવમાં એક દિવસનાં વિરામ બાદ ફરી તેજી આવી છે અને મિલોનાં ભાવમાં રૂ.૧૦ થી ૨૦ સુધીનો સુધારો આવ્યો છે. સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક છ વર્ષનાં તળિયે પહોંચ્યો હોવાનાં સમાચારથી બજારમાં તેજીવાળા મૂડમાં આવ્યાં છે.

જોકે સરકારે આજે શસિવેદન આપ્યું હતું કે સરકારી ગોડાઉનમાં સ્ટોક પૂરતો છે અને બજારમાં માલની અછત નથી. સરકાર ઘઉ અને તેની પ્રોડક્ટનાં ભાવ ઉપર પાન ઈન્ડિયા લેવલે ધ્યાન રાખી રહી છે અને જરૂરી લાગશે ત્યારે યોગ્ય પગલા લેશે.


સુત્રોના જણાવ્યા મુજબ સરકાર ઘઉનાં વાવેતર એક વાર પૂરા ન થાય ત્યાં સુધી ઘઉનાં ભાવ ઘટે તેવા કોઈ જ પગલા લેવા તૈયાર નથી. જેવા ડિસેમ્બર અંતમા વાવેતર પૂરા થશે તેવું સરકાર સરકારી સ્ટોકમાંથી માલ રિલીઝ કરે તેવી ધારણાં છે.

રાજકોટમાં ઘઉંની ૭૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ મિલબર ડક્વોલિટીમાં રૂ.૫૧૦ થી ૫૧૫ અને જનતા ક્વોલિટીમાં રૂ.પરપ થી ૫૬૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૫૫૦ થી ૬ર૧ના ભાવ હતાં.

ગોંડલ યાર્ડમાં ઘઉંની ૧૦૦૦ થી ૧૧૦૦ બોરીની આવક હતી અને ભાવ લોક્વનમાં રૂ.૫૦૮ થી ૫૩૪ અને ટૂકડામાં રૂ.૫૧૦ થી ૬૩૦ ભાવ હતાં.


હિંમતનગર યાર્ડમાં ૨૫૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરનાં રૂ.૫રપ થી ૫૩૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ-.૫૬૦ થી ૬૧૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૬૦ સુધીના ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close