કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે.

ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી.

રૂમાં સતત બીજા દિવસે ખાંડોએ રૂ.૧૦૦નો સધારો જોવાયો : કપાસિયા અને ખોળનાં ભાવમાં પણ સ્થિરતાનો માહોલ…

રૂનાં ભાવમાં ગઈકાલની તુલનાએ રૂ.૧૦૦નો વધારો થયો હતો અને ભાવ ગુજરાતમાં રૂ.૬૦,૨૦૦થી ૪૬૦,૪૦૦ ભાવ જોવા મળ્યાં હતાં.

કપાસિયા-ખોળ હાજર બજારમાં કપાસિયા સીડમાં રૂ.૫ ઘટ્યાં હતા અને ખોળનાં ભાવ સ્ટેબલ હતાં.

સૌરાષ્ટ્રમાં ક્પાસિયોનો ભાવ રૂ.૬૧૫ થી રપ હતાં. કડીમાં ભાવ રૂ.૬૦૦ થી રપ હતાં.

ખોળનાં ભાવ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડનાં રૂ.૧૫૭૫ અને નાની મિલોનાં રૂ.૧૪૮૦થી ૧૫૨૦નાં ભાવ હતાં.

ઉત્તર ગુજરાતના કડી માર્કેટ યાર્ડમાં કપાસિયા ખોળનાં ભાવ રૂ.૧૫૫૦ થી ૧૫૭૦ હતાં.

હારીજની આજુબાજુ વિસ્તારમાં ખોળનો ભાવ પીવીસી બેગમાં રૂ.૧૬૦૫ અને શુગર બારદાનમાં રૂ.૧૬૪પનાં ભાવ હતાં. ગઈકાલની તુલનાએ રૂ.૧૫નો ઘટાડો હતો.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment