કપાસ વાયદા બજાર : ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી. બજારમાં વેચવાલી પણ ઘટી હોવા છત્તા કપાસમાં ઘટતી બજારે ઘરાકી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૨૦થી રપનો ઘટાડો થયો હતો.

આગામી દિવસોમાં કપાસની બજારમાં જિનોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. જિનોને અત્યારે ડિસ્પેરિટી ચાલતી હોવાથી તેઓ ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી.

આગામી દિવસોમાં કપાસનાં ભાવ હજી પણ નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ કપાસની બજારમાં હાલ ઊંચા ભાવથી કોઈને લેવું નથી અને ખેડૂતોને ભાવ વધુ ઘટવાનાં ડરે આગામી દિવસોમાં વેચવાલી વધે તેવી ધારણાં છે.


સુચના: ગુજરાત ખેડૂત એસોસિયેશન દ્વારા ખેડૂતમિત્રોને જાણ કરવામાં આવી છે કે “કોઇપણ ખેડૂતોએ કપાસ ૨૦૦૦ નીચે વેચવો નહિ, અને જો રૂપિયાની જરુર હોઈ તો એક એક મણ કરીને વહેંચવો પણ ૨૦૦૦ નીચે કોઈને કોઈ પણ વેપારીને વેચવો નહો.”

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૨.૪૬ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા ઉનામાં રૂ.૧૮૮૦ પ્રતિ મણનાં બોલાયા હતા, અને મોરબીમાં રૂ.૧૮૬૫ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૫૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

રાજકોટ યાર્ડમાં ૩૨થી ૩૩ હજાર મણની આવક સામે કપાસનાં ભાવ એ પ્લસ ક્વોલિટીમાં રૂ.૧૭૪૦થી ૧૭૬૦, એ ડક્વોલિટીનાં રૂ.૧૭૨૦થી ૧૭૪૦, બી ગ્રેડમાં રૂ.૧૬૮૦થી ૧૭૨૦ અને નબળામાં રૂ.૧૬૩૦ થી ૧૬૪૮૦નાં ભાવ હતાં. સુપર ક્વોલિટીમાં એક એન્ટ્રી રૂ.૧૭૬૫ ભાવની પડી હતી.


ગુજરાત બજાર ભાવ અનુમાન: કપાસના ભાવ હજી 15 જાન્યુઆરી સુધી ઘટતા રહેશે, ત્યારબાદ કપાસના ભાવમાં ઉછાળો આવવાની સંભાવના છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment