અત્યારે મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારમાં વેચવાલી ઓછી છે, અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે.
દરમિયાન સાઉથનાં વેપારીઓ અત્યારે ગુજરાતમાં અનેક સેન્ટરોમાં આવી રહ્યા છે. હિંમતનગરતનાં વેપારીએ જણાવ્યું હતું કે અમારા યાર્ડમાં પણ છેલ્લા બે દિવસથી સાઉથનાં બાયરો ખરીદીમાં આવી રહ્યાં છે.
સોમવારે એકાદ હજાર ગુણી રૂ.૧૮૦૩ સુધીના ભાવથી ખરીદી કરી હતી. સાઉથનાં ત્રણથી ચાર વેપારીઓ હાલ સક્રીય રીતે ખરીદી કરી રહ્યાં હોવાથી વિક્રમી ભાવ બોલાયાં હતાં.
ગોંડલ માર્કેટયાર્ડ માં ૩૫ હજાર ગુણીનાં વેપાર હતા. આજે નવી ૧૫ હજાર ગુણીની પાલમાં આવક હતી અને કુલ ૮૦ હજાર ઉપર ગુણી પેન્ડિંગ પડી છે. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦ થી ૧૩૦૫, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૪૦૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૦૫૦ થી ૧૩૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૫૦નાં ભાવ હતાં.
જામનગર યાર્ડમાં અંદાજિત ૬૦૦૦ ગુણીની અવાક હતી અને મગફળી જીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૯૦૦ અને જી-૨૦ મગફળીમાં રૂ.૧૦૦૦ થી ૧૨૪૫ના ભાવ રહ્યા હતા.
માર્કેટ યાર્ડ રાજકોટમાં નવી ૧.રપ લાખ ગુણીની આવક થઈ હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૦૫૦ થી ૧૧૫૦, ર૨૪ નંબર રોહીણીમાં રૂ.૧૧૦૦ થી ૧૨૮૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૮૦ થી ૧૧૫૦, જી-૨૦માં રૂ.૧૧૫૦ થી ૧૩૩૦ અને બીટી ૩૨ કાદરીમાં રૂ.૧૧૪૦ થી ૧૨ર૪૭૦નાં ભાવ હતાં.
ડીસામાં ૬૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૪૦ થી ૧૪૦૦ના હતાં. હીંમતનગરમાં ૧ર થી ૧૩ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૨૭૫ થી ૧૮૦૩નાં ભાવ હતાં.
- મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
- હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળો પછી વધશે
- જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે
- લસણનું બિયારણની માંગ નીકળા પછી લસણના ભાવ નો આધાર રહેશે
સીંગદાણા માં ભાવ અથડાય રહ્યાં છે. એચપીએસ સીંગદાણામાં સરેરાશ લેવાલી ઓછી છે અને ભાવ પણ થોડા ઘટ્યા છે. મગફળીનાં ભાવ વધુ ઘટશે તો દાણાનાં ભાવમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.