Gujarat Weather News Update : પાંચ દિવસ વરસાદનું જોર રહેશે અશોકભાઈ પટેલની આગાહી

WhatsApp Group Join Now

Telegram Group Join Now

હવે ફરી માવઠાના સંજોગો ઉભા થયા છે. આ સપ્તાહના અંતમાં અને આવતા અઠવાડિયે પણ કમોસમી વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

આગળ તેઓએ જણાવેલ કે એ વેસ્ટર્નડિસ્ટર્બન્સ ઈરાન અને લાગુ પાકિસ્તાન ઉપર છે. તે અંગેનું સાયકલોનીક સરક્યુલેશન ૩.૧ કિ.મી.થી  ૭.૬ કિ.મી. સુધી ફેલાવેલ છે. એક યુ.એ.સી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં છે. જેની ઉંચાઈ ૧.૫ કિ.મી. થી ૩ કિ.મી.ની છે.


વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.ર૬ એપ્રિલથી ૪ મે સુધીની આગાહોઃ શનિ- રવિ તથા મંગળથી ગુરુ કમોસમી વરસાદ પડશેઃ દિવસનું તાપમાન ૪૦-૪૧ ડીગ્રી કે તેનાથી નીચુ રહેશે…

સૌરાષ્ટ્ર – કચ્છ ગુજરાતમાં હાલ મહત્તમ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી આસપાસ રહે છે. હાલમાં નોર્મલ તાપમાન પણ એટલું જ ગણાય. જેમ કે અમદાવાદ ગઈકાલે ૪૦.૬ (નોર્મલ), રાજકોટ ૪૦.૬ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ) ભૂજ ૪૧.૨ (નોર્મલથી ઉંચુ) અમરેલી ૪૦.૮ (નોર્મલ), વડોદરા ૩૯.૮ (નોર્મલ).


વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૬ એપ્રિલથી ૪ મે સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના રહેશે. પવનની ઝડપ ૧૦ થી ૨૦ કિ.મી.ની રહેશે. તેમજ સાંજના સમયે પવન વધુ રહેશે. જે રપ થી ૩૫ કિ.મી.ની ઝડપના ફૂંકાશે.

વાતાવરણમાં ઉપલા લેવલે ભેજ વધુ રહેશે, તા.૨૯, ૩૦ એપ્રિલ અને તા.ર થી ૪ મે દરમ્યાન વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, વધુ અસ્થિરતાવાળા વિસ્તારોમા ૩૫ થી ૪પ કિ.મી.ના પવન ફૂંકાશે.


અશોકભાઈ પટેલની આગાહી: ઈરાન પરનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છને અસર કરશે : તા.29-30 એપ્રિલ અને 2થી4 મે દરમ્યાન વધુ વિસ્તારોમાં માવઠા થવાની શકયતા: સાંજના સમયે તેજ પવન ફુંકાશે: તાપમાન નીચુ રહેશે…

સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમા ઝાપટા વરસાદની શકયતા છે. જે પૈકી તા.૨૯, ૩૦ એપ્રિલ અને ર થી ૪ મેના માવઠાના વિસ્તારો વધુ રહેશે. જયારે મહતમ તાપમાન ઓછા દિવસ નોર્મલ નજીક અને વધુ દિવસ નીચું રહેશે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment