આજના ડુંગળી ના બજાર ભાવ : માવઠાથી ડુંગળીના પાકમાં નુકસાન થવાથી ડુંગળીના ભાવમાં વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ડુંગળીની બજારમાં નીચા ભાવથી સુધારો ચાલુ થયો છે. દેશમાં ડુંગળીનાં સોથી મોટા ઉત્પાદક રાજ્ય એવા નાશીકમાં તાજેતરમાં પડેલા વરસાદ અને કરાને પગલે ડુંગળીનાં પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે ડુંગળીના ભાવ હવે વધે તેવી ધારણા છે. નાશીકમાં સારી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૧૦૦૦ની ઊંચી સપાટી પર પહોંચી ગયાં હતાં.

commodity market news of damage to the onion crop due to unseasonal rain has increased the onion price today

મહારાષ્ટ્ર ફાર્મર પ્રોડ્યુસર્સ કંપનીનાં ચેરમેન યોગેશ થોરાટે જણાવ્યું હતું કે કમોસમી વરસાદને  કારણે ડુંગળી ઉત્પાદક વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ભાવ ઊંચકાયાં છે. ડુંગળીનાં પાકમાં ક્વોલિટીનું નુકસાન પણ વધારે હોવાથી સારા માલનાં બાવ ઊંચા રહ્યા છે.


નાશીકમાં ડુંગળીનાં ભાવ રૂ.૩૫૦થી વધીને રૂ.૧૦૦૦ની સપાટીએ પહોંચ્યાં : ડુંગળીમાં સરકારી ખરીદી અને નિકાસ વેપારથી ટેકો…

લાસણગાંવ એપીએમસીનાં ચેરમેને જણાવ્યું હતું કે વરસાદને કારણે આ વિસ્તારમાં ડુંગળીનો પાક આવર્ષે ૭૦થી ૮૦ ટકા જ થાય તેવી ધારણાં છે. હાલનાં સંજોગોમાં ડુંગળીની બજારમાં ભાવ મજબૂત રહી શકે છે.


ડુંગળીનાં બીજી કેટલાક વેપારીઓ માને છેકે મહારાષ્ટ્રમાં ભલે નુકસાન હોય, પંરતુ અન્ય રાજ્યો જેવા કે હરિયાણા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન વધ્યું છે. સારા ભાવને કારણે પણ આ વિસ્તારમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર વધુ કરવા માટે પ્રેરાયા છે.

લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં મોડલ ભાવ વધીને રૂ.૧૦૦૦ પ્રતિ ક્વિન્ટલની સપાટી પર પહોંચી ગયા છે, જે થોડા દિવસ અગાઉ રૂ.૭૦૦ આસપાસ ક્વોટ થતાં હતાં. જોકે ખેડૂતો માટે આ ભાવ ખુબ જ નીચા છે અને ડુંગળીની ઉત્પાદન પડતર સામે હજી ભાવ ઘણા નીચા છે. ખેડૂતોની ઉત્પાદન પડતર રૂ.૨૦૦૦થી ૨૫૦૦ વચ્ચે છે જેની સામે ભાવ અડધા પણ નીચા છે.


ડુંગળીનાં ભાવ ચાલુ વર્ષની શરૂઆતમાં ઘટીને રૂ.૩૫૦ પ્રતિ ક્વિટલનાં પાંચ વર્ષનાં તળિયે પહોંચ્યાં હતાં જ્યાંથી ભાવ ક્રમશઃ વધી રહ્યા છે, જેને પગલે ડુંગળીની બજારમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે. ડુંગળીનાં ભાવ હવે ઝડપથી વધ્યાં હોવાથી ખેડૂતો હવે બજારમાં માલ વધારે જોવા મળી રહ્યાં છે.

હોર્ટક્લ્ચિરલ પ્રોડ્યુસર એક્સપોર્ટ્સ એસોસિએશનનાં પ્રમુખ અજીત શાહે જણાવ્યું હતું કે ડુંગળીનાં ભાવ રૂ.૭૦૦થી ૧૦૦૦ની વચ્ચે બોલાય છે, પરંતુ માંગ હજી પ્રમાણમાં ઓછી હોવાથી ભાવ બહુ વધી જાય તેવી ધારણાં નથી.


તેમણે વધુમાં કહ્યું કે નાફેડ દ્વારા પણ ડુંગળીનો સ્ટોક માટે ખરીદી કરવાનો પ્લાન છે અને નાફેડની ખરીદી શરૂ થશે ત્યારે પણ બજારને ટેકો મળી શકે છે. સરકારે ચાલુ વર્ષે બફર સ્ટોક મણે કુલ ૩ લાખ ટન ડુંગળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે, જેને પગલે ડુંગળીની બજારમાં ટેકો મળે તેવી સંભાવનાં છે.

ભારતીય ડુંગળીનાં નિકાસ ભાવ અત્યારે ૨૦૦થી ૨૯૫ ડોલર પ્રતિ ટન મિડીયમ સાઈઝનાં ભાવ ચાલે છે અને મલેસિયામાં આ ભાવથી નિકાસ થાય છે, જ્યારે મોટી સાઈઝની ડુંગળીનાં બાવ ૨૪૦ ડોલર પ્રતિ ટન વચ્ચે ક્વોટ થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment