Gujarat Weather News : બુધ થી શુક્રમાં કમોસમી વરસાદની અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ફરી એકવાર વાતાવરણ અસ્થિર બનશે તા.૨૯ થી ૩૧ માર્ચ (બુધ થી શુક્ર) દરમ્યાન એકાદ બે દિવસ માવઠાની શક્યતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.Gujarat weather forecast news by ashok patel ni agahi unseasonal rain in gujarat

તેઓએ જણાવેલ કે આવતીકાલ સાંજથી ૩૧મી માર્ચ સવાર સુધી વાતાવરણમાં પલ્ટો જોવા મળશે. અલગ-અલગ વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા વરસાદની શકયતા છે.


કાલ સાંજથી ૩૧મીના સવાર સુધી વાતાવરણ અસ્થિર રહેશેઃ અલગ અલગ વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા-વરસાદની શકયતાઃ તાપમાન નોર્મલથી નીચુ જ રહેશે, પશ્ચિમ-ઉતર પશ્ચિના પવન કુંકાશેઃ ૨૮ માર્ચથી ૩ એપ્રિલ સુધીની આગાહો…

હાલમાં નોર્મલ મહતમ તાપમાંન ૩૮ ડીગ્રી ગણાય. તેના બદલે નોર્મલથી બે થી ત્રણ ડીગ્રી નીચુ તાપમાન જોવા મળે છે. જેમકે અમદાવાદ ૩૬.૪ (નોર્મલથી બે ડીગ્રી નીચુ), રાજકોટ ૩૬.૩ (૨ ડીગ્રી નીચુ), ભુજ ૩૫.૫ (૩ નીચુ), વડોદરા ૩૫.૪(૩ ડીગ્રી નીચું), ડીસા ૩૪.૬ (૩ નીચુ) નોંધાયેલુ.


એક સાયકલોનીક સરક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં ૧.૫ કિ.મી.ના લેવલનું છે તા.૨૯, ૩૦ના એકુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ ભારતને અસરકર્તા રહેશે. જે હાલ ઇરાન ઉપર છે જેની અસર આવતીકાલ સાંજથી જોવા મળશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૮ માર્ચેથી ૩ એપ્રિલ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં આગાહી સમય દરમ્યાન પશ્ચિમ અને ઉતર પિશ્ચેમના રહેશે. રૂટીન પવનની સ્પીડ ૧૫ કિ.મી.ની રહેશે.


તા.૨૯, ૩૦, ૩૧ (બુધ, ગુરૂ, શુક્ર) માર્ચના છુટાછવાયા વાદળો અને વાતાવરણમાં અસ્થિર જોવા મળશે. પવન ફર્યા રાખશે જેથી તા.૨૯ થી ૩૧ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા વરસાદતી શકયતા છે અલગ-અલગ વિસ્તારોમાં. 

હાલ મહતમ તાપમાત નોર્મલ ૩૮ ડીગ્રી ગણાય તેઆગાહીના દિવસોમાં તાપમાન નોર્મલથી નીચુ જોવા મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment