Gujarat Weather Analyst Ashok Patel : ગુરૂવાર સુધી મેઘરાજાનો વિરામ : ધુપછાંવ માહોલ – અશોકભાઇ પટેલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આવતું અઠવાડિયું મેઘરાજા વિરામ લેશે. હાલ કોઈ સિસ્ટમ્સ સક્રિય નથી. સિવાય કે ગુજરાત રીજનમાં કયારેક-કયારેક છુટાછવાયા સ્થળોએ ઝાપટા વરસી જાય. તો ૧લી સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ભારતન રાજયો કર્ણાટક, તામિલનાડું અને કેરળમાં સારો વરસાદ પડી શકે છે તેમ વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઇ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહીમાં જણાવેલ તે મુજબ ઉત્તર ગુજરાત લાગુ કચ્છ અને લાગુ સુરેન્દ્રનગર તેમજ બન્નેને લાગુ મારબી જિલ્લામાં વરેસાદ પડયો હતો. અન્ય જગ્યાએ વરસાદ જોવા મળ્યો ન હતો. હવે આ સિસ્ટમ્સ પાડિસ્તાન તરફ સરકી ગઇ છે.


વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૬ ઓગષ્ટ થી તા.૧ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે હાલમાં કોઈ સિસ્ટમ્સ સક્રિય નથી. ચોમાસુધરી તેની નોર્મલ પોજીશનથી દક્ષિણ તરફ પહોંચી છે. જેથી સૌરાષ્ટ-કચ્છમાં વરાપ, સુકૂ વાતાવરણ, ધુપછાંવ માહોલ જોવા મળશે.

સિવાય કે ગુજરાત રીજનમાં છુટાછવાયા ઝાપટા વરસી જાય: તા.૧ સપ્ટેમ્બર સુધી કણટિક, તામિલનાડુ અને કેરળમાં સારો વરસાદ પડશે…

જયારે ગુજરાત રીજનમાં આગાહીના સમયમાં એકાદ બે દિવસ ઝાપટા હળવો વરસાદ વરસી જાય. આગાહીના સમયગાળામાં તા.૨૮, ર૯આસપાસ દક્ષિણ બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રીય બનશે. જે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. જેથી કર્ણાટક, તામિલનાડુ અને કેરળ ઉપરથી પસાર થશે.


આ સિસ્ટમ્સ બંગાળની ખાડીથી અરબીસમુદ્ર તરફ આવવાની શકયતા છે જેથી આગાહીના સમયમાં દક્ષિણ ભારતના આ ત્રણ રાજયોમાં વરસાદ પડશે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીની આગાહી : દક્ષિણ ભારતમાં વિકએન્ડથી વરસાદ પડશે…


વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઇ પટેલે જણાવેલ કે અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો કચ્છમાં ૧૫૬%, ઉત્તર ગુજરાત ૧૧૦% (જેમાં સૌથી વધુ બનાસકાંઠા ૧૩૦%), મધ્ય ગુજરાત ૮૩%(જેમાંસૌથીઓછો દાહોદ ૫૭%, અમદાવાદ ૬૬%), સૌરાષ્ટ્રમાં ૮૯%( સૌથી ઓછો સુરેન્દ્રનગર ૬૭%, ભાવનગર ૭1૧ %)જયારે દક્ષિણ ગુજરાતમાં ૧૦૮% મોસમનો વરસી ગયો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment