Gujarat mausam Ashok Patel Weather today : ૭ સપ્ટેમ્બર સુધીની અશોકભાઈ પટેલ ની વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હમણાં થોડા દિવસથી કોઇ કોઈ સ્થળોએ છુટછવાયા ઝાપટા વરસી જાય છે કોઈ નોંધપાત્ર વરસાદ નથી. દરમિયાન આગામી ૭ સપ્ટેમ્બર સુધી પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક દિવસે હળવા મધ્યમ વરસાદ પડશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શકયતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે.

તેઓએ આગળ જણાવેલ કે ગત તા.ર૬ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર સુધીની આગાહીમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા, છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં કુલ ૩૪ તાલુકામાં વરસાદ થયા હતો. જેમા ૧૬ તાલુકામાં ૧૦મી.મી. કે તેથી વધુ પાણી પડયુ હતું.


કચ્છ અને બાકીના સૌરાષ્ટ્રમાં આઇસોલેટેડ (ર૫ ટકા વિસ્તારની અંદર) ઝાપટાઃ ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા હળવો (આગાહીના થોડા દિવસ), મધ્ય ગુજરાતમાં છટાછવાયા ઝાપટા હળવો તેમજ આઇસોલેટેડ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે…

ચોમાસુધરી નોર્મલ પોજીશનથી થોડી ઉતર તરફ છે. એક સાયકલોજીક સરકયુલેશન તામિલનાડુના આસપાસના વિસ્તારમાં છે તની ટ્રફ મધ્યપ્રદેશ સુધી લવાય છે. હાલમાં જે ધરી નોર્મલથી ઉતર તરફ છે તે ફીરીઝપુર, બરેલી સુકોલ, નાગાલેન્ડ તરફ જાય છે. (નોર્થ ઇસ્ટના રાજયો તરફ)

વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઈ પટેલે તા.૧થી ૭ સપ્ટેમ્બર સીની આગાહી કરતાં જણાવલ કે આગાહીસમય દરમ્યાન પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં છટા છવાયા ઝાપટા હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ (૨પ ટકા વિસ્તારની અંદર) વિસ્તારમાં મધ્યમ વરસાદ આગાહી સમયના થોડા દિવસ પડશે.


જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : 7 સપ્ટેમ્બર સુધીમાં અમુક દિવસોમાં અર્ધા સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ, ક્યાંક મધ્યમ અને અન્યત્ર ઝાપટા પડવાની શક્યતા…

જયારે કચ્છ તેમજ બાકીના સૌરાષ્ટ્રમાં આઇસોલેટ ઝાપટા આગાહી સમયના બે એક દિવસ.

ઉતર ગુજરાત છુટાછવાયા ઝાપટાહળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ.

દક્ષિણગુજરાત છુટાછવાયા ઝાપટાહળવો મધ્યમ વરસાદ તેમજ આઇસોલેટેડ ભારે વરસાદ આગાહી સમયના અમુક દિવસ પડશે.


વરસાદની આગોતરી આગાહી

તા.૮ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શકયતા. (૪૬ થી ૧૦૦ ટકા)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment