એરંડા વાયદા બજાર : એરંડાના ખેડૂતોએ વેચવાલી ઘટાડતાં એરંડાના ભાવમાં વધારો

હાલ એરંડાના વાવેતર કરતા ખેડૂતોએ ઘટતાં ભાવે વેચવાલી અટકાવી દેતાં પીઠા શુક્રવારે મણે રૂ.૧૫ થી ૨૦ ઉછળ્યા હતા. છેલ્લા આઠ થી દસ દિવસમાં ખેડૂતોએ મંદીના ગભરાટમાં આવીને અને વર્ષોથી ખેડૂતોને લૂંટતાં સટોડિયા તત્વોની ખોટા પ્રચારથી દોરવાઈને એંરડા વેચ્યા હતા જેને કારણે પીઠા રૂ.૧૫૦૦ થી ઘટીને રૂ.૧૪૩૦ થયા હતા.

ખેડૂતોએ વેચવાલી અટકાવી દેતાં ફરી પીઠા રૂ.૧૫ થી ૨૦ વધી ગયા હતા. ખેડૂતો આ રીતે મક્કમ રહેશે તો એરંડાના ભાવ ફરી વધીને અત્યાર સુધીમાં ન જોયા હોય તેટલી ઊંચાઇએ જઇ શકે છે.


ખેડૂતો ખોટા અને ગેરમાર્ગે દોરનારા પ્રચારથી ગભરાયા વગર જ્યારે એરંડાના ભાવ વધે ત્યારે જ એરંડા વેચવાનું રાખે અને જેવા એરંડાના ભાવ ઘટે એટલે એરંડા વેચવાનું બંધ કરે તો જ ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાત-રાજસ્થાન થઇને શુક્રવારે પાંચ થી સાત હજાર ઘટીને ૨૦ થી ૨૧ હજાર ગુણી એરંડાના કામકાજ થયાનું વેપારી વર્તુળો બતાવી રહ્યા હતા.

બનાસકાંઠા,પાટણ અને મહેસાણા બાજુ ૧૧ હજાર ગુણી, કચ્છમાં ૪ હજાર ગુણી, સૌરાષ્ટ્રમાં ૨ હજાર ગુણી, સાબરકાંઠા, અરવલ્લી બાજુ ૫૦૦ ગુણી, દક્ષિણ ગુજરાતમાં ૫૦૦ ગુણી અને રાજસ્થાનની ૩ હજાર ગુણીના વેપાર મૂકાતા હતા.


માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ મણે રૂ.૧૫ થી ૨૦ સુધરીને રૂ.૧૪૪૫ થી ૧૪૫૫ અને બોલાતા હતા.

Leave a Comment