કપાસ વાયદા બજાર : વિદેશમાં કપાસનું ઉત્પાદન ઘટતાં ગુજરાતના ખેડૂતોને સારા કપાસના ભાવ મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતોને કપાસના એતિહાસિક ઊંચા ભાવ મળતાં ખેડૂતોએ નવી સીઝનમાં મનભરીને કપાસનું વાવેતર કર્યું છે. અત્યાર સુધી કપાસ ખેતરોમાં આંખોને ઠંડક પડે તે રીતે લહેરાઈ રહ્યો છે કેટલાંક વિસ્તારમાં ઇયળની ફરિયાદો ઉઠી છે પણ તે ફરિયાદ બહુ મોટી નથી આથી ગુલાબી કે લશ્કરી ઇયળની કોઇ મોટી સમસ્યા નથી આથી કપાસનું ઉત્પાદન ગુજરાતમાં મોટા પ્રમાણમાં વધે તેવી શક્યતા દેખાય છે.

ગુજરાતમાં કપાસનું વાવેતર અત્યાર સુધોમાં ર૪.૫૮ લાખ હેકટરમાં થયું છે જે વધીને ૨૬ થી ૨૭ લાખ હેકટરમાં થઇ શકે છે, ગુજરાતમાં કપાસનું વાવેતર પુરૂ થઇ ચૂક્યું છે પણ સરકારના ફાયનલ આંકડા આવવાના બાકો છે. ગુજરાતમાં સરકારના જે આંકડા આવ્યા છે તે પ્રમાણે ગયા વર્ષ કરતાં સવા નવ ટકા વાવેતર વધ્યું છે. ગુજરાતમાં જો સપ્ટેમ્બર કે ઓકટોબરમાં ભારે વરસાદ ન પડે તો ૮૦ લાખ ગાંસડી રૂનો પાક આવવાની શકયતા છે જે ગયા વર્ષ કરતાં ઓછામાં ઓછો દસ લાખ ગાંસડી વધુ આવશે.

દેશભરમાં કપાસનું ઉત્પાદન ૧૨૫.૬૯ લાખ હેકટરમાં થયું છે જે ગત્ત વર્ષે ૧૧૭.૬૮ લાખ હેકટરમાં થયું હતું. આ વાવેતરના ફાયનલ આંકડા આવવાના બાકો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તામિલનાડુમાં કપાસનું વાવેતર ગત્ત વર્ષથી વધ્યું છે. તેલંગાના દેશનો ત્રીજા ક્રમનું કપાસ ઉત્પાદક રાજ્ય છે જેમાં વાવેતર ઘટયું છે.


ભારતમાં કપાસનું વાવેતર વધ્યું હોઈ અને વાતાવરણ અત્યારે સુધી સારૂ હોઈ જો સપ્ટેમ્બર અને ઓકટોબરમાં ભારે વરસાદ ન પડે તો ૩૭૫ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત્ત વર્ષે ૩૦૦ થી ૩૧૫ લાખ ગાંસડી થયું હતું.

દુનિયામાં ભારત સૌથી વધુ રૂનું ઉત્પાદન કરે છે ત્યારબાદ ચીન, અમેરિકા, બ્રાઝિલ અને પાકિસ્તાનનો ક્રમ આવે છે. ભારત પછી રૂનું ઉત્પાદન કરનારા ચારેય દેશોમાં કપાસના ઊભા પાકની હાલત અત્યંત ખરાબ છે. વિશ્વબજારના તાજા રિપોર્ટ અનુસાર અમેરિકામાં ૨૮ ટકા, બ્રાઝિલમાં ૨૭ ટકા, ચીનમાં ૭ થી ૮ ટકા અને પાકિસ્તાનમાં ૪૦ થી ૪૫ ટકા રૂના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. અમેરિકા અને બ્રાઝિલ રૂના મોટા નિકાસકાર છે.

પાકિસ્તાન અને ચીન રૂના મોટા આયાતકાર છે. આ ચાર દેશોમાં ર્‌નું ઉત્પાદન ઘટવાનો જે અંદાજ છે તો સાચો પડે તો ખેડૂતોના કપાસના ભાવ નવી સીઝનમાં સતત બીજે વર્ષે સારા મળવાની ધારણા છે. આ સંજોગોમાં ખેડૂતોએ કપાસ વેચતાં પહેલા સો વખત વિચાર કરવો પડશે.


આંધ્રમાં કપાસનું વાવેતર ૨૨ ટકા અને મહારાષ્ટ્રમાં 6.૪૨ ટકા અને દેશમાં નવા કપાસની આવકો શરૂ, કુલ વાવેતર ૬.૮૧ ટકા વધ્યું…

ભારતમાં કપાસનું ઉત્પાદન વધવાના સંજોગો જોતાં શરૂઆતમાં માર્કેટયાર્ડોમાં કપાસના ઢગલા થવા લાગે તો ભાવ ઘટીને એક તબક્કે મણનો ૧૫૦૦ રૂપિયા પણ થઇ શકે છે, આ ભાવ જોઇને જો ખેડૂત ગભરાટ અનુભવે અને ઢગલાબંધ વેચવા લાગે તો કપાસના ભાવ વધુ ઘટી શકે છે પણ વિશ્વબજારની અસરે ફેબ્રુઆરી પછી અહીં કપાસના ભાવ ફરી સુધરી શકે છે ફેબ્રુઆરી સુધી જે ખેડૂત કપાસ સાચવશે તેના સારા ભાવ મળવાનું હાલ દેખાય છે. આગળ જતાં સ્થિતિ સુધરે કે બગડે તો ભાવની ધારણામાં ફેરફાર થઇ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close